તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

S-6ના મૃતક કારસેવક:છતમાંથી પાણી પડે તેના કરતા વધુ આંસુ સારતી મા કહે છે, હમણાં આવું છુ કહીને મારો રાજુ ગયેલો પણ જીવતો પાછો ન આવ્યો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • અયોધ્યાથી પરત ફરતા ગોધરા સ્ટેશને 6 બહેનોનો ભાઈ S-6 કોચમાં માર્યો ગયો હતો
  • લકવાગ્રસ્ત પિતાને દવા અને પરિવારને એક ટંકનું ભોજન મેળવવાના પણ સાંસા છે
  • છતાં રાધા બા ખુમારી સાથે કહે છે, રામમંદિર બનશે એટલે મારા રાજુની આત્માને શાંતિ મળશે

રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનો શિલાન્યાસ થશે ત્યારે કરોડો દેશવાસીઓની સાથે અમદાવાદનો એક પરિવાર પણ વર્ષો જૂનું સપનું સાકાર થતાં જોશે. આ પરિવારે 27 ફેબ્રુઆરી 2002ની એ ગમખ્વાર સવારે પોતાનો જવાનજોધ દિકરો ગુમાવ્યો હતો. તે દિવસે અયોધ્યાથી રામ જન્મભૂમિનું પૂજન કરી આવી રહેલા કારસેવકોથી ભરેલો સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો S-6 કોચ ગોધરા રેલવે સ્ટેશન પાસે સળગાવાયો હતો. આ અગ્નિકાંડમાં અન્ય કારસેવકોની સાથે એક પરિવારે પોતાનો એકનો એક સહારો એવો જવાનજોધ દીકરો ગુમાવ્યો હતો અને ત્યારથી આ ઘરમાં નિરાશા છે. આજે પણ વરસાદમાં ઘરની છતમાંથી પાણી ટપકે તેનાથી વધારે આ ઘરની માતાની આંખોમાંથી આંસુ વહે છે. ઘરમાં ખાવાના સાંસા છે પણ લકવાગ્રસ્ત પિતા ઓશિયાળા કહે છે, અમારા રાજુના આત્માને શાંતિ મળશે.

માતાએ દીકરાને સુખડી અને ઢેબરાં બનાવી આપ્યા હતા
ખોખરાની એક ચાલીમાં બે લોકો માંડ જઇ શકે તેવા ઘરમાં એક બા અને દાદા રહે છે. માતા-પિતા, 6 બહેનો અને એક ભાઈ સાથેનો આ પરિવાર એક સમયે ખિલખિલાટ હસતો હતો. દરમિયાન 2002માં અયોધ્યા રામજન્મ ભૂમિનું પૂજન કરવા માટે જતી વેળાએ 27 વર્ષીય પુત્ર રાજેશ વાઘેલાએ માતા રાધાબાને કહ્યું કે, હું અયોધ્યા જાઉ છું. તું થોડું જમવાનું આપ એ જોડે લઈ જઈશ. માતાએ દીકરાને સુખડી અને ઢેબરાં બનાવી આપ્યા અને જોડે થોડા ચોખા આપ્યા અને કહ્યું કે, બેટા તું ત્યાં જાય છે તો હવન થતો હશે. તેમાં આ ચોખા હોમી દેજે. તે સમયે રાજેશ મિલમાં નોકરી કરતો હતો અને ઘરનું ગુજરાન તેના પગાર પર ચાલતું હતું.

દીકરાના મોતની જાણ થતા પગ નીચેથી જમીન સરકી ગઈ
રાજેશ ઘરેથી નીકળ્યો ત્યારે માને કહ્યું હું હમણાં આવું જ છું. ત્યારબાદ તે અયોધ્યા પહોંચીને પરત આવી રહ્યો હતો. 27 ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસ ગોધરા રેલવે સ્ટેશન પહોંચી અને ત્યાં બનેલા બનાવમાં રાજેશ S-6 ડબ્બામાં સળગીને મૃત્યુ પામ્યો હતો. અયોઘ્યાથી આવતી ટ્રેનનો ડબો સળગી ગયો તે આસપાસના લોકોને ખબર હતી. જો કે, રાજેશના પરિવારને આ વાતની જાણ ન હતી. તે સમયે આ ચાલીમાં કેટલાક મુસ્લિમ પરિવાર પણ રહેતા હતા. તેમણે રાધાબા પાસે આવીને અમે જઈએ છીએ એવું કહ્યું અને બધા સાચવજો એમ રાધાબાએ કહ્યું હતું. થોડીવારમાં રાજેશ આ ટ્રેનના ડબ્બામાં મૃત્યુ પામ્યો છે તે વાત જાણી રાધાબાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારથી આજદિન સુધી રાધાબાના આંખના આંસુ નથી સુકાયા.

મૃતક રાજેશના પિતાનું અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું
રામજન્મ ભૂમિનું પૂજન કરી પરત ફરતા પરિવારે દીકરી તો ગુમાવ્યો અને સાથે કુદરત પણ રૂઠી હતી. રાજેશના પિતા સરદારભાઈ લકવાગ્રસ્ત થઈ ગયા અને હાલ તેમનું અડધું અંગ લકવાગ્રસ્ત છે. તેમના ઘરની છતમાં કાણા છે. વરસાદી સિઝનમાં ટપકતા પાણી વચ્ચે લકવાગ્રસ્ત પતિ અને પત્ની રહે છે. હાલ આ દંપતીને બે ટંક જમવા માટે પણ સાસા છે. કોઈ તેમની મદદે નથી આવ્યું અને ક્યારેક તો આંસુ પીને તેઓ પોતાના દિવસો કાઢે છે.

રડીને કોને બતાવીએ કે અમારા ઘરની અંદર શું છેઃ રાધા બા
રાધાબાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અયોધ્યાથી પરત ફરતી વેળાએ દીકરા રાજેશે રસ્તા માંથી ફોન કરી કહ્યું હતું કે, એક કલાકમાં ઘરે આવી જશે. જો કે, એક કલાકમાં તો તેના મોતના સમાચાર આવ્યા હતા. શું કરીએ અમે રડીને કોને બતાવીએ કે અમારા ઘરની અંદર શું છે. મારા દીકરાનો જીવ ખોયો છે અમને ગર્વ છે કે, મારો છોકરો મંદિર માટે ગયો હતો. રામમંદિર બનશે એટલે મારા દીકરાની આત્માને શાંતિ મળશે.

સરકાર તરફથી જાહેર કરાયેલી મદદ હજી મળી નથીઃ રાધા બા
રાધાબાએ વધુમાં જણાવ્યું હતું કે, રામમંદિર બનશે ત્યારે મારા દીકરાના આત્માને શાંતિ મળશે. સરકાર તરફથી જાહેર કરાયેલી મદદ હજી સુધી અમને મળી નથી. અમારા દીકરાના મોત બાદ કોઈ આંસુ સારવા આવ્યું નથી. કોઈ જોવા ને પૂછવા પણ નથી આવતું. અમારી પાસે થોડું ઘણું હતું તે બે મહિના દવામાં જતું રહ્યું. કોઈ જમવાનું આપે તો જમીએ છીએ, નહીં તો બેસી રહીએ છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ હવે ઉઠાવવો મુશ્કેલ બની ગયો છે. અત્યારે અમારું ગુજરાન કેમ ચાલે છે તે મારો રામ જ જાણે છે. મે મારા ઘરનો મોભ ખોયો છે પણ મારા રામ માટે ખુશ છું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો