તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB ઇન્ટરવ્યુ:ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ માટે ધસારો, એન્જિનિયરિંગ કરતા BA, B.COM, BSCનો ક્રેઝ વધ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા ( ફાઈલ ફોટો)
  • દિવ્યભાસ્કરે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે વાતચીત કરી હતી.
  • રજિસ્ટ્રેશન બાદ નીડ કમિટીની બેઠકમાં કોલેજ કે વર્ગ વધારવા નિર્ણય લેવામાં આવશે.
  • અત્યારે 950 બેઠક સામે 2 હજાર કરતા વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે

ધોરણ 12 પછીના અભ્યાસક્રમ માટે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વર્ષે માસ પ્રમોશનના કારણે વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જેથી કોલેજમાં એડમિશન વધવાની પુરી શક્યતાઓ છે. ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા અગાઉથી જ એડમિશન આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, વધુ વિદ્યાર્થીઓને એડમિશન કેવી રીતે આપવામાં આવશે. નવી કોલેજ કે વર્ગ વધારવામાં આવશે કે નહીં આવી તમામ બાબતોને લઈને દિવ્યભાસ્કરે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા સાથે ખાસ વાત કરી હતી.

સવાલ: આ વર્ષે એડમિશન પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: આ વર્ષે પણ દર વર્ષની જેમ જ એડમિશન પ્રક્રિયા રહેશે.વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓનો ડેટા અમને મળશે. પછી જ અમે આગળની પ્રક્રિયા કરીશું. જેમાં પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થયા પછી ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર થશે.

સવાલ:આ વર્ષે રજિસ્ટ્રેશનને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
જવાબ: આ વર્ષે દર વર્ષ કરતા વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે. શરૂઆતમાં જ લગભગ 35 હજાર કરતા વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. હજુ આ આંકડો વધશે.

સવાલ: સૌથી વધુ રજિસ્ટ્રેશન ક્યા વિભાગમાં થઈ થઈ રહ્યા છે?
જવાબ: સૌથી વધુ રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં ઈન્ટિગ્રેટેડ કોર્ષ હોય તે તમામ વિભાગમાં થઈ રહ્યા છે. હવે મોટા ભાગના વિષયમાં ઈન્ટિગ્રેટેડ 5 વર્ષના કોર્ષ શરૂ કરવા.આવ્યા છે.અત્યારે 950 બેઠક સામે 2 હજાર કરતા વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

સવાલ: યુનિવર્સિટીમાં કેટલી બેઠક છે અને કેટલા રજિસ્ટ્રેશન થવાની શક્યતા છે?
જવાબ: ગુજરાત યુનિવર્સિટી પાસે B.COM,BBA,BCA,ઈન્ટિગ્રેટેડ,MBA,MSC IT સહિતના કોર્ષમાં 65 હજારથી વધુ બેઠક છે. દર વર્ષે કેટલીક બેઠક ખાલી રહે છે પરંતુ આ વર્ષે તમામ બેઠક ભરાઈ જશે. ઉપરાંત 20 હજાર બેઠક વધુ ભરાઈ તેવી શક્યતા છે. એટલે 85 હજાર બેઠક ભરાય તેવી શક્યતા છે.

સવાલ: વધુ બેઠક ભરાવવાની શક્યતા છે તો વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે?
જવાબ: 65 હજાર બેઠકની સામે 85 હજાર રજિસ્ટ્રેશન થવાની શક્યતા છે. ત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં જે કોર્સમાં વધુ રજિસ્ટ્રેશન થયા હશે તેને ધ્યાનમાં રાખીને વર્ગ અથવા કોલેજ શરૂ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

સવાલ: વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન થશે અને કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે?
જવાબ: 85 હજાર રજિસ્ટ્રેશન થાય કે તેથી વધુ રજિસ્ટ્રેશન થાય પરંતુ અમારી પાસે વ્યવસ્થા છે. તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળશે. કોઈ પણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત નહિ રહે.

અન્ય સમાચારો પણ છે...