તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીલ CMની પરામર્શ સમિતિમાં નિયુક્ત:રૂપાણીને નિર્ણયો લેવામાં પાટીલનો મત લેવો પડશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોતાની કચેરીને સંબંધિત નીતિ નિર્ધારણ અને અન્ય બાબતોમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો પરામર્શ મેળવવાનો રહેશે. મુખ્યમંત્રીએ પોતાની પરામર્શ સમિતિમાં સી આર પાટીલને નિયુક્ત કર્યા છે. રાજ્ય સરકાર દરેક મંત્રીઓને પરામર્શ માટે સમિતિ બનાવે છે જેમાં રાજ્યના સાંસદો આમંત્રિત સભ્ય તરીકે રહે છે.

રાજ્ય સરકારનો વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ આ સમિતિઓની રચના જાહેર કરે છે. મુખ્યમંત્રી રૂપાણીને હવે રાજ્ય સરકારમાં લેવાનારા તમામ નિર્ણય માટે ભાજપના અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલના સલાહસૂચનો લેવાના રહેશે. આ નિયુક્તિ બાદ હવે આડકતરી રીતે પાટીલ સીધી રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં થતી ગતિવિધીઓમાં ભૂમિકા અદા કરશે.

અન્ય સમાચારો પણ છે...