કામગીરી:અમદાવાદ એરપોર્ટ પર રન-વેનું રિસરફેસિંગ 3 જાન્યુઆરીથી 31 મે દરમિયાન કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટનું સંચાલન હાથમાં લીધા બાદ એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા 3.6 કિમી લાંબા રનવેના રિસર્ફેશિંગની કામગીરી 10 નવેમ્બરથી 31 મે સુધી કરવામાં આવનાર હતી. આ સમય દરમિયાન એરપોર્ટ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રખાતા નવેમ્બર ડિસેમ્બરમાં તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ફરવા જતા લોકોને હાલાકી ન પડે તે માટે ટૂર ઓપરેટરો તેમજ એરલાઈન્સ દ્વારા એરપોર્ટ ઓપરેટર કંપની સમક્ષ રન-વેની કામગીરી પાછી લઈ જવા રજૂઆતો કરાઈ હતી. જેને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા હવે રનવેના રિસરફેસિંગની કામગીરી 3 જાન્યુઆરીથી 31 મે સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં અમદાવાદ એરપોર્ટથી દરરોજ 180થી વધુ ફ્લાઈટોમાં 20 હજારથી વધુ પેસેન્જરોની મૂવમેન્ટ થઈ રહી છે. દિવાળી દરમિયાન આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

અમદાવાદ એરપોર્ટ પર હાઈએલર્ટ લંબાવાયું
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન તેમજ દેશમાં આતંકવાદી ઘટનાઓના ઈનપુટને ધ્યાને રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈએલર્ટની સ્થિતિ લંબાવાઇ છે. એરપોર્ટ સૂત્રો અનુસાર, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિન પગલે અમદાવાદ સહિત મુખ્ય એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાય છે. પરંતુ આ વખતે 20 ઓગસ્ટ બાદ પણ હાઈએલર્ટ હટાવાયું નથી. કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે બીજી સૂચના ના મળે ત્યાં સુધી એરપોર્ટ પર હાઈએલર્ટ જાળવી રાખવું.

અન્ય સમાચારો પણ છે...