તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:રાજ્યની ધોરણ 1થી 12 સુધીની શાળાઓમાં 31મી જુલાઈ સુધી સવારપાળીમાં ક્લાસ ચાલશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • અગાઉ પ્રાથમિક શાળાઓ માટે ક્લાસનો સમય સવારનો કરાયો હતો

રાજયની પ્રાથમિક સ્કૂલો બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય પણ સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીના સંયુકત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં 31 જુલાઈ સુધી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય સવારનો રહેશે.

ધો.1થી 12 સુધીની શાળા માટે સવારનો સમય
આમ, હવે 31 જુલાઈ સુધી ધોરણ 1થી લઈને 12 સુધીની તમામ શાળાઓનો સમય સવારનો રહેશે. કોરોના અને આચાર્ય સંઘ તથા સંચાલક મંડળની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પહેલા પ્રાથમિક શિક્ષણ માટે સવારપાળી કરાઈ હતી
નોંધનીય છે કે, કોરોનામાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે, ત્યારે ચાર દિવસ પહેલા જ પ્રાથમિક માધ્યમની સ્કૂલો જે બપોરે ઓનલાઇન ચાલતી હતી. તે સ્કૂલો સવારે ઓનલાઇન ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. અલગ અલગ સંચાલક મંડળ તથા RTE એડમિશનની પ્રક્રિયાના આધારે 31 જુલાઈ સુધી સવારની રહેશે જે બાદ ફરીથી બપોરના સમયે ચાલુ રહેશે.

31 જુલાઈ સુધી સવારપાળીની રહેશે
પ્રાથમિક શિક્ષણના નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શાસનાધિકારીને પત્ર લખી જાણ કરી હતી. જેમાં તમામ પ્રાથમિક શાળાઓનો સમય 31 જુલાઈ સુધી સવારનો રાખવાનો નિર્ણય કરાયો હતો. RTEની જોગવાઈઓને ધ્યાને લઈને તમામ શાળાઓનો સમય સવારનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે.