તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ:મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નની અફવા, CMએ કહ્યું- મારા દીકરાના લગ્નની વાતો પાયા વિહોણી, આવું કોઈ આયોજન નથી

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીકરા ઋષભ રૂપાણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી. - Divya Bhaskar
દીકરા ઋષભ રૂપાણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. કોરોનાના સંક્રમણ બેકાબૂ બનતા હાઇકોર્ટની ટકોર બાદ લોકોને હતું કે લોકડાઉન લાગશે, પણ રુપાણી સરકારે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીની મજાક થઇ રહી હતી કે કોઇ લોકડાઉન નહીં લાગે મારા છોકરાના લગ્ન છે. જો કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા ન્યૂઝ ફેક છે.

ઘણા સમયથી વાઈરલ થઈ રહેલા આ સમાચારને DivyaBhaskarએ સ્થાન આપ્યું નહોતું. પરંતુ વાચકોના વિશ્વાસને ધ્યાનમાં લઈ આ સમાચારની ખરાઈ કરી હતી. જેમાં આ ન્યૂઝ ફેક સાબિત થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પણ આ અંગે ટ્વિટ કરીને આ ન્યૂઝ પાયા વિહાણા હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થતા આ પ્રકારના ન્યૂઝને સત્ય માની લેવાને બદલે તથ્ય તપાસવું જરૂરી છે.

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ આજે ટ્વિટ કરીને જણાવ્યું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યૂઝ છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.

દીકરી રાધિકા, દીકરા ઋષભ અને પત્ની અંજલિબહેન સાથે મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર.
દીકરી રાધિકા, દીકરા ઋષભ અને પત્ની અંજલિબહેન સાથે મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર.

મુખ્યમંત્રીના પરિવારમાં કોણ કોણ છે
મુખ્યમંત્રી રૂપાણી અને અંજલિ રૂપાણીને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. વિજય રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીમિત મિશ્રા સાથે થયા છે. રાધિકા અને નીમિત લંડનમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. જ્યારે તેમના પુત્ર ઋષભ રૂપાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેમના એક દીકરા પુજીતનું સાડા ત્રણ વર્ષની વયે બાલકનીમાંથી નીચે પડતા અકસ્માતે મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જેમાં ગરીબ બાળકોને ભણાવવાથી લઇ કચરો વિણતી બહેનોને કોમ્પ્યુટરની તાલીમ સહિતની એક ડઝનની વધુ વિવિધ પ્રવૃતિ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો