તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું બજેટ શાસક પક્ષ ભાજપ સોમવારે બપોરે ઓનલાઇન મંજૂર કરશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રૂ. 7475 કરોડનું બજેટ મૂક્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું સુધારા સાથેનું બજેટ શાસક પક્ષ ભાજપ સોમવારે બપોરે 12 વાગ્યે ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કરશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રૂ. 7475 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં સ્ટેન્ડીંગ કમિટિ સુધારા વધારા કરી અને બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા અંદાજીત 10 ટકાનો વધારો કરી રૂ. 8100 કરોડની આસપાસનું બજેટ મંજુર કરશે.

શહેરમાં 4 નવા ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. 7475 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરાશે.

ગત વર્ષે પૂર્વ મ્યુનિ. કમિશનરે રૂ.8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું
ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે અમદાવાદીઓને રાહત આપતા સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી. ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9685 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું, જેમાં મોટા ભાગનાં કામ કોરોના મહામારીને કારણે બાકી રહી ગયાં છે. કોરોના મહામારીના કારણે બજેટનું કદ ગત વર્ષ કરતાં ઘટ્યું છે. ગત વર્ષ કરતાં રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું હતું.

-રેવન્યુ આવક 5337.50 કરોડ આવક નો અંદાજ. -રેવન્યુ ખર્ચ 3912.50 કરોડ નો અંદાજ જે ગત વર્ષ કરતા 5.63 ટકા ઘટ્યો છે. - કેપિટલ ખર્ચ 3562.50 કરોડ નો અંદાજ.

આરોગ્ય

 • વી.એસ, એલ.જી, શારદાબેન હોસ્પિટલનું નવિનીકરણ થશે
 • પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ વોર્ડમાં બનાવવામાં આવનારાં 30 બેડની હોસ્પિટલનું 100 બેડની હોસ્પિટલમાં અપગ્રેડેશન
 • રાયખડ, સરખેજ, બોપલ, કુબેરનગર, ગોતા (ઓગણજ), વેજલપુર, મોટેરા, વટવા, વસ્ત્રાલ, નરોડા, અમરાઈવાડીમા નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે

હાઉસિંગ

 • શહેરમાં 20 હજાર 489 નવાં આવાસો બનશે, જેમાં EWS-1 ( 30 ચો.મી. સુધી) 4,772 અને EWS-2 કેટેગરીમાં (30 ચો.મી.થી વધુ 40 ચો.મી. સુધી) 15717 આવાસો બનશે.

પાણી

 • શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર બોપલ- ઘુમા, કઠવાડા, ચિલોડા માટે વોટર, ડ્રેનેજ, રોડ જેવી માળખાગત સુવિધા માટે 110 કરોડની ફાળવણી.
 • 16 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન બનશે.

રોડ

 • 45 કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તાર માટે નવા 20 કિ.મીના રોડ બનાવવાનું આયોજન, ચાલુ વર્ષમાં 45 કિ.મીના નવા રોડ ખુલ્લા મૂકવાનું આયોજન.

ડ્રેનેજ

 • 20 કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તારમાં STP અને SPS બનાવવાનું આયોજન.

અર્બન ટ્રાન્સપોર્ટેશન

 • હાલમાં AMTSની 900 બસ દૈનિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે, જેમાં હવે નવી 150 મીડી બસો લેવાનું આયોજન છે.
 • 150 ઈલેક્ટ્રિક A.C. બસો ખરીદાશે,
 • 7 કરોડના ખર્ચે સેન્સર સંચાલિત ઓટોમેટિક સ્વિંગ ગેટ બનાવાશે.
 • નારણપુરા તથા વસ્ત્રાલમાં ઈ-બસો માટેના ચાર્જિંગ અને પાર્કિંગ ડેપો બનાવાશે.

કમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમ

 • 30 કરોડના ખર્ચે શહેરમાં કમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમ બનાવાશે.
 • પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા વોર્ડમાં કમ્યુનિટી હોલ બનશે.
 • ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં કમ્યુનિટી હોલ બનશે.
 • સાંઈ ઝુલેલાલ ઓડિટોરિયમ કમ બેન્કવેટ હોલ બનશે.

શિક્ષણ

 • શહેરમાં 23.75 કરોડના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સ્કૂલ બનાવવાનું આયોજન.
 • પૂર્વ ઝોનમાં રામોલ, હાથીજણ અને વિનોબા ભાવે નગર પાસે સ્કૂલ તથા વસ્ત્રાલમાં મોડલ સ્કૂલ બનાવવાનું આયોજન.
 • બહેરામપુરામાં સ્કૂલ બનાવવાનું કામ પ્રગતિમાં છે.

તળાવનું કામ

 • 24 કરોડના ખર્ચે શહેરમાં તળાવોનાં કામ થશે
 • ગોતા, સોલા, ઊગતી તળાવ, અસારવા, ગોટીલા તળાવ, નિકોલમાં તળાવ બનાવવાની કામગીરી હાથ ધરાશે.

બગીચા

 • 30 કરોડના ખર્ચે બગીચાનાં કામ થશે.
 • શહેરમાં હયાત કુલ 25 ગાર્ડન છે.
 • નવા 14 બગીચા ડેવલપ કરાશે.
 • 15 હયાત બગીચાનું નવિનીકરણ થશે.
 • 5.20 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોન સરખેજ વોર્ડમાં મકરબા ક્રોસિંગથી ટોરેન્ટ ક્રોસિંગ સુધી સિન્ટેથિક ગાર્ડન બનશે.
 • બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરાશે.

બ્રિજ પ્રોજેક્ટ

 • શહેરમાં નવા ચાર ફ્લાય ઓવર બનશે.
 • ઘોડાસર સ્પ્લિટ ફ્લાય ઓવર, હયાત રેલવે બ્રિજ સાથે મર્જ થશે
 • પલ્લવ-પ્રગતિનગર જંક્શન ફ્લાય ઓવર બ્રિજ
 • સતાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ
 • નરોડા પાટિયા ફ્લાય ઓવર બ્રિજ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો