તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારનો નવો આદેશ:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ હવે RTPCR ટેસ્ટ કરાવી શકાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પછી કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે નવો આદેશ જારી કર્યો
  • ટેસ્ટિંગ કિટોની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે સરકારે RTPCR ટેસ્ટ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે ભલામણ ફરજિયાત બનાવ્યું હતું

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ વચ્ચે લોકો હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે ભલામણ વિના સરકારી કે ખાનગી લેબોરેટરીમાં સ્વૈચ્છિક રીતે પણ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. રાજ્ય સરકારે આ માટેના આદેશો જારી કર્યા છે.

અગાઉ કોરોનાના કેસોની ત્વરિત અને પદ્ધતિસર માહિતી મળી રહે તેમજ ટેસ્ટિંગ કિટોની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે સરકારે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે ભલામણ ફરજિયાત બનાવ્યું હતું, પરંતુ દિવાળી પછી કેસોમાં વધારો થતાં હવે રાજ્ય સરકારે આ નિયમ દૂર કર્યો છે. કોઇપણ વ્યક્તિને કોરોનાનાં લક્ષણ જણાય કે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું જણાય તો ડોક્ટરની ભલામણ વિના પણ સ્વૈચ્છિક રીતે સરકારી કે ખાનગી લેબોરેટરીમાં જઇને ટેસ્ટ કરાવી શકશે.

83 લેબોરેટરીમાં રોજ 70 હજારથી વધુ ટેસ્ટ થાય છે
હાલ રાજ્યમાં 45 સરકારી અને 38 ખાનગી મળીને કુલ 83 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. હાલ રાજ્યમાં સરેરાશ રોજના 70 હજારથી વધુ ટેસ્ટ થાય છે. હાલ ટેસ્ટનો રેશિયો દર 10 લાખ વસ્તીમાં 1061.52નો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 81 લાખ જેટલા ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો