તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇમ્પેક્ટ:મહારાષ્ટ્રના પેસેન્જરો માટે સ્ટેશને RTPCR શરૂ કરાયા, અન્ય રાજ્યોના પેસેન્જરનું થર્મલ સ્ક્રીનિંગ શરૂ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ પેસેન્જરો માટે હવે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરાયો છે. જેના પગલે ટ્રેન દ્વારા મુંબઈથી અમદાવાદ આવતા પેસેન્જરોને હવે આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ લઈને આવવું પડશે. બીજી બાજુ આરટીપીસીઆર રિપોર્ટ વગર આવતા પેસેન્જરોના ટેસ્ટ કરવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુરુવારથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાઉન્ટર શરૂ કરાયું છે. જ્યાં શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈથી આવેલા 150થી વધુ પેસેન્જરોના રિપોર્ટ કરાયા હતા. વધુમાં મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાંથી આવતી ટ્રેનોના પેસેન્જરોના થર્મલ સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરાઇ છે.

મહારાષ્ટ્રમાં કેસ વધતાં ત્યાંથી આવતા તમામ પેસેન્જરોના આરટીપીસીઆર ટેસ્ટ માટે રાજ્ય સરકારે આદેશ કરતા અમદાવાદ અને ગાંધીધામ સ્ટેશન પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેસ્ટની પૂરતી વ્યવસ્થા કરાઇ છે. મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોના પેસેન્જરોને આ વિશેની માહિતી મળી રહે તે માટે એનાઉન્સમેન્ટ દ્વારા સતત જાહેરાત કરાઇ રહી છે. જ્યારે એક જ જગ્યાએ પેસેન્જરોની ભીડ ન થાય તે માટે આરપીએફની મદદથી લોકોને દૂર દૂર ઉભાં રાખવામાં આવી રહ્યાં છે. એજ રીતે અમદાવાદથી જતા તમામ પેસેન્જરોનું પણ હવેથી થર્મલ સ્ક્રીનિંગ કરવાની સાથે એન્ટ્રી ગેટ પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઇ છે, જેથી પેસેન્જરો હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ પ્લેટફોર્મ પર પ્રવેશ મેળવી શકે.

ટ્રેનથી રાજસ્થાન જનારા માટે પણ RTPCR જરૂરી
ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોમાંથી ટ્રેન દ્વારા રાજસ્થાન જતા તમામ લોકો માટે રેલવેએ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ રાજસ્થાનમાં વધી રહેલા કોરોનાના કેસો અટકાવવા માટે રાજ્ય સરકારના આદેશ મુજબ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, કેરાલાથી આવતા તમામ પેસેન્જરો માટે આરટીપીસીઆર ફરજિયાત કરવામાં આવ્યો છે. પેસેન્જર જ્યારે રાજ્સ્થાન પહોંચે તેના 72 કલાકની અંદર રિપોર્ટ કરાવેલ હોવો જોઈએ. જો પેસેન્જર પાસે આરટીપીઆર નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો તેમને રાજ્યમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો