છૂટછાટ:અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવનારા માટે હવે RTPCR ફરજિયાત નહીં, કોરોનાના કેસ ઘટતાં પેસેન્જરોને નેગેટિવ રિપોર્ટમાંથી છૂટ અપાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરોપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરોપોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત એરપોર્ટ આવતા પેસેન્જરો માટે સુરત મ્યુનિ. કોર્પોરેશનની કોવિડ-19 ટ્રેકર એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. એજ રીતે તેમના માટે નોવેલ કોરોના સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવું જરૂરી છે.

અમદાવાદ સહિત રાજ્યના તમામ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા પેસેન્જરો માટે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ સાથે હોવું જરૂરી હતું. પરંતુ હવે કેસ ઘટતાં પેસેન્જરોને નેગેટિવ રિપોર્ટમાંથી છૂટ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...