કોરોનાના લીધે નવા વાહનોના વેચાણ સહિત આરટીઓની આવકમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા 5 વર્ષમાં વાહન સબંધિત રજિસ્ટ્રેશનની સૌથી વધુ આવક 2021-22માં થઇ છે. સુભાષબ્રિજ આરટીઓમાં ગતવર્ષની સરખામણીમાં વાહન સંબંધિત રજિસ્ટ્રેશનની આવકમાં 75 ટકાનો વધારો થયો છે. જ્યારે 2021-22માં ઓવરલોડના 480 લાખની આવક રળવામાં આવી છે.
સુભાષબ્રિજ આરટીઓમાં કોરોના દરમિયાન ઓવરલોડના 660 લાખ આવક થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 614 લાખ આવક થઇ છે. હજી આવકમાં વધારો થશે. વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સની ફીની સૌથી વધુ આવક 2019-20માં 2070 લાખ આવક થઇ છે. આઇટીઆઇમાં કાચા લાઇસન્સની કામગીરી ટ્રાન્સફર કરાયા બાદ 2020-21માં આરટીઓમાં લાઇસન્સ ફીની આવક ઘટીને 1253 લાખ થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે હજી 316 લાખ જ આવક થઇ છે. પસંદગીના નંબરની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં ક્રમશ: ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન પ્રોસેસને કારણે વાહન માલિકો પસંદગીના નંબરમાં રસ ઘટતો જાય છે. આ સિસ્ટમ હજી સરળ થાય તો આવકમાં વધારો થવાની શક્યતા છે. ગત વર્ષની 664 લાખની આવક સામે ચાલુ વર્ષે 614 લાખ આવક થઇ છે.
NIC ફરિયાદોનો ઝડપી નિકાલ કરતી નથી
નેશનલ ઇર્ન્ફમેટિવ સેન્ટર (એન.આઇ.સી.) તરફથી ઝડપથી ફરિયાદોનો નિકાલ થતો નથી. આરટીઓની કામગીરી દરમિયાન ઓનલાઇન ફી ભરવામાં ખાતામાંથી બે વાર નાણાં ડેબિટ થઇ જાય તો તેને પરત લેવા માટે આરટીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગમાં વારંવાર મેઇલ કરવા પડે છે. જેના માટે સરળ સિસ્ટમ હોવી જોઇએ. પ્રત્યેક આરટીઓમાં એક અધિકારીને જવાબદારી સોંપવી જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.