વાહનોના ફિટનેસની કામગીરી અત્યાર સુધી આરટીઓ કચેરીમાં ચાલતી હતી. પરંતુ હવે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં આરટીઓ ઇન્સ્પેકટરોનો રોલ નહીં રહે. એપ્રિલથી સરકારે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કામ ખાનગી કંપનીને સોંપી દીધું છે. 3થી 4 કરોડનું રોકાણ કરનારી ખાનગી કંપનીને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કુલ 200થી વધુ ખાનગી કંપનીને આ માટેનો પરવાનો મળ્યો છે. ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો રોજનો રૂ.50 દંડ વસૂલાશે.
રાજ્ય સરકારે મહેસાણા, સુરત અમરેલી, વરસાડ, ભરૂચ, રાજકોટ અને મુન્દ્રા, નવસારી અને બારડોલી ખાતે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોમાં ટૂંક સમયમાં મંજૂરી આપી દેવામાં આવશે.
કારના ફિટનેસ સર્ટિ. માટે રૂ.400 ફી રહેશે
વાહનના ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં ફિટનેસ માટે કાર સહિત નાનાં વાહનોની રૂ. 400, મીડિયમ ગુડઝ પેસેન્જર વ્હિકલની રૂ. 600 અને હેવી વાહનોની રૂ. 1 હજાર ફી ઓનલાઈન ભરવાની રહેશે.
3 વાર ટેસ્ટમાં ફેલ જતું વાહન સ્ક્રેપમાં જશે
ફિટનેસમાં આવનાર વાહનો પોલ્યુશનવાળા હશે તો ફિટનેસમાં પાસ નહીં થાય, વાહનમાલિકે રિપેરીંગ કરાવીને બીજીવાર ફિટનેસ પાસે લાવવાનું રહેશે. બીજીવાર પણ પાસિંગ નહીં થાય તો આરટીઓમાં જઇને ફોર્મ ભરવું પડશે. આ પછી પણ ફિટનેસમાં પાસ ન થાય તો વાહન સ્ક્રેપમાં જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.