તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:અમદાવાદમાં અકસ્માત, ઓવર સ્પીડિંગ, દારૂ પીને વાહન હંકારવા સહિત વિવિધ ગુના બદલ RTOએ 200 લાઈસન્સ રદ કર્યાં

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવર સ્પીડિંગ બદલ 15 ટકા, દારૂ પીને વાહન હંકારવા બદલ 5 ટકા સામે કાર્યવાહી કરાઈ

સુભાષબ્રિજ આરટીઓમાં ગત જૂનથી અત્યાર સુધીમાં અલગ અલગ ગુનામાં કુલ 200 લાઇસન્સ રદ કરાયાં છે. વાહન અકસ્માતના લીધે 23 ટકા પ્રમાણે 47 લાઇસન્સ અને ઓવર સ્પીડિંગ બદલ 15 ટકા લાઈસન્સ રદ કરાયા છે.

ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાતાં લાઇસન્સ રદના મેમોના આધારે સુભાષબ્રિજ આરટીઓમાં મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે વાહન માલિકોની સુનાવણી થાય છે. સુનાવણી પહેલાં વાહનમાલિકને નોટિસ મોકલવામાં આવે છે, જેનો 10 દિવસમાં ખુલાસો આવ્યા બાદ રૂબરૂમાં સુનાવણી માટે બોલાવાય છે. વાહનમાલિકને સુનાવણી દરમિયાન સંતોષ ના થાય તો 30 દિવસની સમયમર્યાદામાં તે અપીલમાં જઈ શકે છે. વાહનનાં લાઇસન્સ 3થી6 મહિના માટે રદ થાય છે, પરંતુ આ 200 લાઇસન્સમાં એક પણ લાઇસન્સ 6 મહિના માટે રદ કરાયું નથી.

ડિસેમ્બરમાં લાઇસન્સ રદની 17 અરજી પેન્ડિંગ છે. આ અરજીઓમાં 31મી ડિસેમ્બર સુધીના તમામ મેમોનો સમાવેશ કરાયો નથી. અગાઉ પણ અનેક વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી.

રોંગ સાઈડના સૌથી વધુ 57 ગુના
ટ્રાફિક પોલીસ દ્વારા વાહનના લાઇસન્સ રદ માટે નોંધાયેલા ગુનામાં સૌથી વધુ રોંગ સાઇડ વાહનના 57 ટકા વાહનચાલકો છે. ડ્રંક એન્ડ ડ્રાઇવથી 5 ટકા, વાહન અકસ્માતથી 23 ટકા અને વાહન ઓવર સ્પીડના ગુના હેઠળ 15 ટકા લાઇસન્સ રદ કરાયાં છે. સૌથી વધુ 43 લાઇસન્સ સપ્ટેમ્બરમાં રદ કરવામાં આવ્યાં હતાં. જ્યારે સૌથી ઓછા 21 જુલાઈમાં રદ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...