તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત:RTEમાં અરજી રિજેક્ટ થનારા 26,000 અરજદારોને બીજી તક, 17થી 19 જુલાઈ સુધી સુધારો કરી શકાશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ યાદી જાહેર થવાના અમુક કલાકો પહેલા જ ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ ચિંતામાં - Divya Bhaskar
પ્રથમ યાદી જાહેર થવાના અમુક કલાકો પહેલા જ ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ ચિંતામાં
  • 15 જુલાઇની જગ્યાએ 27 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ થશે.

RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ચકાસણી દરમિયાન રાજ્યના 26,000 અરજદારોની અરજી રીજેક્ટ થઈ હતી. નાના-મોટા કારણસર અરજીઓ રીજેક્ટ થઈ હતી. જેથી ઘણા સંગઠન અને વાલીઓને માંગણી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ફેરવિચારણા કરીને RTE હેઠળ રિજેક્ટ થયેલ અરજીઓને સુધારવા એક તક આપવામાં આવી છે. એટલે હવે 17થી 19 જુલાઈ સુધી રિજેક્ટ થયેલી અરજીના અરજદારો સુધારો કરી શકશે અને 15 જુલાઈથી શરૂ થનાર પ્રથમ રાઉન્ડ હવે 27 જુલાઈએ શરૂ થશે.

અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા વાલીઓની તસવીર
અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા વાલીઓની તસવીર

RTE હેઠળ ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં 25 ટકા નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણાવવા માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં રાજ્યભરમાં 1,81,162 ઓનલાઇન અરજીઓ આવી હતી. ઓનલાઇન મળેલી અરજીઓની 6 જુલાઈથી 13 જુલાઈ સુધી ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 26,000 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. રિજેક્ટ થયેલી અરજીઓમાં સુધારો કરી ફરીથી સ્વીકારવા માટે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અરજદારો અને વિવિધ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા અરજદારોને વધુ એક તક આપવામાં આવી હતી. આ અંતર્ગત 17થી 19 જુલાઈ સુધી અરજદારો અરજીમાં સુધારો કરી ફરીથી સબમિટ કરાવી શકશે.

અરજદારોને SMS દ્વારા પણ રિજેક્ટ થયેલ અરજીઓમાં સુધારો કરવા જાણ કરવામાં આવી છે. આગામી 20થી 22 જુલાઈ સુધી અરજદારોએ કરેલી અરજીની પુનઃ ચકાસણી કરવામાં આવશે. જે અરજદારો સુધારો નહીં કરે તેમની અરજી અમાન્ય ગણવામાં આવશે. અગાઉ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 જુલાઈથી શરૂ થવાનો હતો તે હવે 27 જુલાઈથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...