તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ પ્રવેશ પ્રક્રિયા:શુક્રવારથી RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, રાજ્યની 10 હજાર ખાનગી સ્કૂલ માટે 2 રાઉન્ડમાં એડમિશન થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાની તક મળશે
  • અમદાવાદમાં 14 હજાર વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાશે

વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા આવતીકાલ (શુક્રવાર)થી શરૂ થશે. 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને 6થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે.15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં આવક મર્યદા 1.50 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રાખવામાં આવી છે.2 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે..

ડીઈઓની અધિકારીઓને સૂચના સબમિટ ફોર્મની યોગ્ય ચકાસણી કરે
RTEના ફોર્મ ભરાવવાનું આવતીકાલથી શરૂ થશે ત્યારે તેને લઈને અમદાવાદની ડીઈઓ કચેરીના વહિવટી અધિકારીએ વાલીઓ માટે મહત્વની સુચના આપવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે વાલીઓ જે ફોર્મ ભરે અને ડોક્યુમેન્ટ સબમિટ કરે તેની સારી રીતે ચકાસણી કરી લે અને પછી જ ફોર્મ સબમિટ કરે પછીથી ફોર્મમાં સુધારો થઈ શકશે નહીં. સાથે જ તેઓએ વધુમાં મહિતી આપતા કહ્યું કે, ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક મળશે. આ વર્ષે અમદાવાદમાં 14000 જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

13 કેટેગરીના વિદ્યાર્થીઓને અગ્રતા મુજબ પ્રવેશ અપાશે
RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળશે.