તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન પ્રક્રિયા:RTEમાં બીજા રાઉન્ડમાં 6 સપ્ટેમ્બર સુધી પ્રવેશ કન્ફર્મ નહીં કરાય તો એડમિશન રદ્દ થશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર DEO ઓફિસે વાલીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
વસ્ત્રાપુર DEO ઓફિસે વાલીઓની ફાઈલ તસવીર
  • બીજો રાઉન્ડમાં 2300થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે
  • 6 સપ્ટેમ્બર સુધી સ્કૂલ પર ડોક્યુમેન્ટ જમા નહીં કરાવી શકે તો પ્રવેશ રદ્દ થશે

અમદાવાદમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2300થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ વાલીઓએ 6 સપ્ટેમ્બર સુધીમાં કન્ફર્મ કરવાનો રહેશે, પ્રવેશ કન્ફર્મ કરવામાં નહીં આવે તો પ્રવેશ રદ્દ થશે.

પ્રથમ રાઉન્ડમાં 10106ના પ્રવેશ કન્ફર્મ થયા હતા
RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં 11150 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી 10106 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા હતા. બાકીના વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે મોડું કરતા અને અન્ય કારણથી રદ્દ કરવામાં આવ્યા હતા. જેથી બાકીની 2300 કરતા વધુ બેઠક બીજા રાઉન્ડ માટે ફાળવવામાં આવી હતી.

પ્રવેશ કન્ફર્મ નહીં થાય તો ત્રીજા રાઉન્ડમાં તેને આવરી લેવાશે
બીજા રાઉન્ડમાં 2300 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. 2300 બેઠક પર ફાળવેલા પ્રવેશ 6 સપ્ટેમ્બર સુધી સ્કૂલ પર ડોક્યુમેન્ટ જમા કરાવીને કન્ફર્મ કરવાનો રહેશે. 6 સપ્ટેમ્બર બાદ બાકી રહેલા પ્રવેશ રદ્દ કરવામાં આવશે. બાકી રહેલી બેઠક ત્રીજા રાઉન્ડમાં લેવામાં આવશે.

પ્રથમ રાઉન્ડમાં RTEમાં ફાળવાયેલા 953 એડમિશન વાલીને કારણે રદ્દ
RTE હેઠળ એડમિશનનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ વાલીઓએ સ્કૂલે જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એડમિશન કન્ફર્મ કરવાનું હતું. પરંતુ વાલીઓની બેદરકારીને કારણે 953 એડમિશન કન્ફર્મ થયા ન હતા. જેને કારણે તે એડમિશન રદ્દ થયા હતા. ઉપરાંત 91 વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા. જેને કારણે તેમના એડમિશન પણ રદ્દ કરવામાં આવ્યા હતા.

વ્યક્તિની વાર્ષિક આવક હેઠળ જ RTE પ્રવેશ પ્રક્રિયા
RTE હેઠળ 1.50 લાખ કરતાં ઓછી આવક ધરાવતાં વ્યક્તિઓના બાળકને જ એડમિશન આપવામાં આવે છે. પરંતુ વ્યક્તિ બંગલા કે હવેલીમાં રહેતો હોય તે વ્યક્તિને RTEમાં એડમિશન મળે કે નહી તે અંગે સવાલ હતો. જે મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ જણાવ્યું હતું કે, RTE એડમિશન કરતા માત્ર અરજદારની વાર્ષિક આવક જ ધ્યાનમાં રાખવામાં આવે છે. અરજદારની સંપત્તિ RTE હેઠળ પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી. વ્યક્તિ બંગલામાં રહે કે મોટી હવેલીમાં પરંતુ તેની આવકના આધારે જ તેના બાળકને એડમિશન આપવામાં આવે છે.

આઇટી રિટર્ન ફાઈલ કરનારે 1.50 લાખની આવક બતાવતાં ફરિયાદ
RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં પ્રથમ રાઉન્ડમાં અમદાવાદમાં 10,000 કરતાં વધુ વાલીને પ્રવેશ ફાળવવા આવ્યો હતો, ત્યારે વાસણાના એક વાલીએ આવકનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને એડમિશન લીધું હતું, જે બાદ વાલી 4 લાખ કરતાં વધુ રકમનું આઇટી રિટર્ન ફાઈલ કર્યાના પૂરાવા DEOને મળતાં DEOએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.