તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટિંગની સુવિધા:અમદાવાદમાં બોપલ સોબો સેન્ટર પાસે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ થશે, શહેરમાં હવે કુલ 6 જગ્યાએ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોપલમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની શરૂઆત - Divya Bhaskar
બોપલમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની શરૂઆત
  • શહેરના બોપલ વિસ્તારમાં પણ હવે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ થશે
  • શહેરમાં હવે 6 જગ્યા એ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ બુથની વ્યવસ્થા
  • ખાનગી લેબોરેટરીએ AMC સાથે મળી ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી.

શહેરમાં રેપીડ ટેસ્ટીંગ માટે બનાવેલા ડોમમાં હવે માત્ર ગણતરીની કિટો આપી અને રોજના ગણતરીના જ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે RT-PCR ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી લેબોરેટરી એવી સેલવસ બાયોરિસર્ચ સોલ્યુશન સાથે મળી બોપલ વિસ્તારમાં આવેલા સોબો સેન્ટર ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ સાથે જ હવે અમદાવાદ શહેરમાં કુલ 6 જેટલી જગ્યાઓ પર ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરાયું છે.

બોપલમાં નવું ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરાયું
લેબોરેટરીના ડાયરેક્ટર ગાર્ગીએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોબો ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ફોર અને ટુ-વહીલર માટે 4 કાઉન્ટર અને એક ડોમમાં વોકિંગ માટે ટેસ્ટ શરૂ કરવામા આવ્યા છે. સરકારે નક્કી કરેલા ચાર્જ લેવામાં આવે છે અને 24 કલાકની અંદર ટેસ્ટના રિઝલ્ટ વોટ્સએપ પર મોકલી આપવામાં આવે છે. આગામી દિવસોમાં અન્ય 3 સ્થળોએ પણ ટેસ્ટિંગ સેન્ટર માટે AMCમાં અરજી કરી છે.

24 કલાકની અંદર ટેસ્ટિંગની રિઝલ્ટ આપી દેવાશે
24 કલાકની અંદર ટેસ્ટિંગની રિઝલ્ટ આપી દેવાશે

હાલમાં 6 જેટલી જગ્યાઓ પર ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા
ઉલ્લેખનીય છે કે AMCએ ન્યુબર્ગ સુપ્રાટેક સાથે મળી GMDC ગ્રાઉન્ડ અને ત્યારબાદ કાંકરીયાના ફુટબોલ ગ્રાઉન્ડ સહિતની જગ્યાએ ડ્રાઇવ થ્રુના માધ્યમથી લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે GMDC ગ્રાઉન્ડ ખાતે મળેલી સફળતા બાદ અને હાલની પરિસ્થિતિને જોતા ઉભી થયેલી જરુરિયાત મુજબ વધારાના બે સ્થળો રાણીપ અને બોડકદેવ ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. રાણીપ ખાતે ડીમાર્ટ પાસે જ્યારે બોડકદેવ ખાતે રાજપથ ક્લબની પાસે મનપા સંચાલિત પ્લોટમાં બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

શહેરમાં હવે કુલ 6 જગ્યાએ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા
શહેરમાં હવે કુલ 6 જગ્યાએ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા

વસ્ત્રાલમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગના બે બૂથ
બીજી તરફ AMCએ યુનિપાથ સાથે મળીને શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ RTO તથા BRTS બસ ડેપો ખાતે પણ ડ્રાઇવ થ્રુના બૂથનું સેટઅપ કરવામાં આવ્યું હતું. હવે અમદાવાદમાં છેવાડે ડ્રાઇવ થ્રુ ટેસ્ટ સેન્ટર બનાવવામાં આવતા લોકોને સરળતા રહેશે. મહત્વનું છે કે આ તમામ બૂથ ઉપર દૈનિક 2 હજાર લોકોના ટેસ્ટિંગ કરવાનો અંદાજ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો