તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું ટેસ્ટિંગ:કોરોનામાં HRCTનહીં RT-PCR ટેસ્ટ અને રેપિડ એન્ટિજન જ ગ્રાહ્ય, HRCTમાં છાતીએ 1000 X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આસપાસ કોરોનાના કેસ આવે તો લોકો  HRCT કરવા દોડી જતાં હોય છે - Divya Bhaskar
આસપાસ કોરોનાના કેસ આવે તો લોકો HRCT કરવા દોડી જતાં હોય છે
  • પ્રાથમિક તબક્કામાં HRCT જરૂરી નહીં, બીજા તબક્કામાં 7 દિવસ બાદ જ HRCT ટેસ્ટ કરાવવાની સલાહ
  • વાઈરસનું સંક્રમણ ગંભીર બને ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય અને વધારે પડતો સ્કોર જોવા મળે

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાય લોકો રેડિયો ડાયગ્નોસિસ માટેના હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી (HRCT) (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) સીટી સ્કેનને પણ કોરોનાનો ટેસ્ટ માની બેઠા છે જે તદ્દન ખોટું છે. કોરોના વાઈરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. એક HRCTમાં વ્યક્તિએ છાતી પર 1000 X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે છે.

કોરોના સંક્રમણના કારણે સંક્રમિત પરિવારના ઘરે સ્ટિકર લગાવાય છે
કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટિકર લગાવવામાં આવે છે. પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયાથી બચવા પણ HRCT ટેસ્ટ કરાવી રહ્યા છે જે તબીબી સલાહભર્યુ નથી.

HRCT ટેસ્ટમાં બીજા તબક્કામાં 7 દિવસ બાદ જ ટેસ્ટ કરાવવા જોઈએ એ પહેલા કોઈ જરૂરિયાત નથી
HRCT ટેસ્ટમાં બીજા તબક્કામાં 7 દિવસ બાદ જ ટેસ્ટ કરાવવા જોઈએ એ પહેલા કોઈ જરૂરિયાત નથી

શું છે HRCT?
રેડિયો ડાયગ્નોસીસમાં હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી HRCTનો ઉપયોગ ફેફસામાં વાઈરસની અસર જોવા માટે કરાવવામાં આવે છે. પરંતુ તે ક્યારેય કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે. કોરોના વાઈરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતા નથી. તાવ આવવો, માથુ દુખવુ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી.

રિગ્રેશનના સ્ટેજમાં ફેફસામાં સંક્રમણ વધવા લાગે
તબીબોના મત મુજબ કોરોના વાઈરસનાના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે HRCT સામાન્ય જ આવે છે. ત્યારબાદના પ્રોગ્રેસિવ ટેસ્ટમાં વાઈરસ ફેફસા સુધી પહોંચે ત્યારે HRCT ટેસ્ટમાં લક્ષણો જણાઇ આવે છે. વાઈરસનું સંક્રમણ ગંભીર બને ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય અને વધારે પડતો સ્કોર જોવા મળે છે . ત્યારબાદ ફેફસામાં રિગ્રેશનનો સ્ટેજ આવે છે એટલે કે ફેફસામાં વાઈરસનું સંક્રમણ વધવા લાગે છે. HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી.

HRCT ટેસ્ટમાં બંને ફેફસામાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ જોઈ શકાય છે
HRCT ટેસ્ટમાં બંને ફેફસામાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ જોઈ શકાય છે

14થી 18 દિવસે ફેફસામાં ગંભીર નુકસાન પહોંચ્યું હોય તો HRCT બદલાવ દેખાય
HRCTમાં દર ચારથી પાંચ દિવસમાં વાઈરસનું સ્ટેજ બદલાય છે તેનુ સ્વરૂપ બદલાતુ જોવા મળે છે. એટલે કે જો વાઈરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યુ હોય તો 14થી 18 દિવસ દરમિયાનમાં HRCTમાં બદલાવ જોવા મળે છે. શરૂઆતના તબક્કામાં જ્યારે કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવે અને HRCT કરાવવામાં આવે ત્યારે તેની સામાન્ય આવવાની સંભાવના પ્રબળ રહેલી છે. જો ઓક્સિજનનું પ્રમાણ 95 ટકા કે તેથી વધારે રહેતુ હોય તો તબીબી સલાહ પ્રમાણે પ્રાથમિક તબક્કામાં HRCT કરાવવાની જરૂરિયાત રહેતી નથી. બીજા તબક્કા એટલે કે 7 દિવસ બાદ જ HRCT ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

HRCT માં બતાવવામાં આવતો CS સ્કોર શું છે?
HRCT દરમિયાન કોરેડ સ્કોર એટલે કે કોવિડ વાઈરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે. ફેફસાનો કેટલો ભાગ કોરોના વાઈરસથી સંક્રમિત છે. વાઈરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં બગાડ કર્યો છે તે આ સ્કોરથી જાણવામાં આવે છે. મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે જેમાં જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે (lobule) હોય છે. કયા લોબમાં વાઈરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર 25 અથવા40માંથી આપવામાં આવે છે. જો 25ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો કોરેડ સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી અસર, આઠથી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે. કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાઇ આવે ત્યારે જ દર્દીને સધન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટિલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો