તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RT-PCR ટેસ્ટનો ફિયાસ્કો:અમદાવાદમાં ABVPએ માત્ર 100 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી લઈ RT-PCRની મોટા ઉપાડે જાહેરાત કરી અને રાત પડતા ટેસ્ટિંગ મુલત્વી રખાયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાલડી ખાતેના ABVP કાર્યાલય પર પ્રતિ દિન 100 વ્યક્તિના ટેસ્ટ કરવાનું જાહેર કર્યુ હતુ

કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા છે જેથી લોકોએ હવે રિપોર્ટ કઢાવવાનું વધુ શરૂ કર્યું છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે અને RT-PCR રિપોર્ટ માટે ખૂબ રાહ જોવી પડે છે. ત્યારે ખાનગી લેબ અને હોસ્પિટલમાં પણ હવે 700 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ABVP દ્વારા આવતીકાલે મંગળવારથી માત્ર 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સાથે RTPCR ટેસ્ટ કરાવી આપવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. રાત પડતાંની સાથે એ જાહેરાત ફિયાસ્કો સાબિત થઈ હોય તેમ RT-PCR ટેસ્ટ કરવાનું મુલત્વી રાખ્યું હતું

મંગળવારથી RT-PCR ટેસ્ટની જાહેરાત કરી હતી
કોરોના મહામારી વચ્ચે હવે ABVP પણ હવે મેદાને ઉતર્યું હતું,.સરકારી હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ તો થાય છે પરંતુ તેમાં લાંબી રાહ જોવી પડી છે. ત્યારે ખાનગી લેબ અને હોસ્પિટલમાં 700 રૂપિયામાં ટેસ્ટ થાય છે પરંતુ કેટલાક જરૂરિયાતમંદ લોકો તે કરાવી શકતા નથી. જેને કારણે ABVP દ્વારા આવતીકાલ (મંગળવાર)થી ABVPના કાર્યાલય પર RT-PCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેના માટે ટેસ્ટ મળવા આવનાર વ્યકિતએ રજિસ્ટ્રેશનના 100 રૂપિયા ફી આપવાની રહેશે તેવું નક્કી કરાયું હતું.

GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ થાય છે
GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ થાય છે

મોબાઈલ પર રિપોર્ટ મોકલી અપાશે
ABVPના આગેવાન વિશાલ ખટિકે જણાવ્યું હતું કે, હાલની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ABVP સાથે નેશનલ મેડિકો ઓર્ગેનાઈઝેશન અને જન્મ શતાબ્દી સેવા સમિતિએ પણ સાથે રહેશે. પાલડી ખાતેના કાર્યાલય પર પ્રતિ દિન 100 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ મોબાઈલ નંબર પર રિપોર્ટ મોકલી આપવામાં આવશે..

RT-PCR ટેસ્ટ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા હતા
ABVP દ્વારા RT-PCR ટેસ્ટ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા હતા. RT-PCR ટેસ્ટ માટે સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 8160654471 અને 820048359 પર સંપર્ક કરીને પાલડી સ્થિત શ્રીલેખા ભુવન, ખોડિયાર માતાના મંદિર પાસે પાલડી ગામ ખાતે RT-PCR ટેસ્ટ કરાવવા જવાનું રહેશે.સાથે આધારકાર્ડની ઝેરોક્ષ લઈ જવી પડશે તેવી જાહેરાત કરાઈ હતી.