લોકાર્પણ:RSSની વેબસાઈટ સેવગાથાનું નવીનીકરણ સાથે ગુજરાતી ભાષામાં લોકાર્પણ કરવામાં આવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયંક સેવક સંઘની વેબસાઈટ સેવગાથા ચાલી રહી હતી.સેવગાથા વેબસાઈટ હિન્દી, તમિલ અને મરાઠી ભાષામાં હતી પરંતુ ગુજરાતી ભાષામાં નહોતી જેથી વેબસાઈટનું નવીનીકરણ કરીને ગુજરાતી ભાષામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.લોકાર્પણ કાર્યક્રમમાં સંઘના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RSS ના કાંકરિયા ખાતેના ડૉ. હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંક સેવક સંઘની સેવાભાવી વેબસાઈટ સેવગાથાનું નવીનીકરણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. RSS ના સહ સરકાર્યવાહક મનમોહન વૈદ્ય દ્વારા વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.વેબસાઈટનું નવીનીકરણ કરતા અગાઉ કરતા અનેક સુધારા જોવા મળ્યા છે અને ગુજરાતીમાં હોવાથી તમામ લોકો સરળતાથી ખોલીને તે નિહાળી શકશે.

વેબસાઈટના સંપાદક વિદ્યાલક્ષ્મી સિંઘે જણાવ્યું હતું કે વેબસાઈટ અગાઉ ચાલતી જ હતી પરંતુ તે અગાઉ હિન્દી, તમિલ અને મરાઠી ભાષામાં હતી. જે હવે ગુજરાતી ભાષામાં કરીને લોન્ચ કરવામાં આવી છે. વેબસાઈટમાં સંઘની કામગીરી બતાવવામાં આવી છે જેમાં કાર્યકરો કઇ રીતે કામ કરે છે, કઈ રીતે આગળ આવે છે અને સંઘ કઈ રીતે મદદ કરે છે તે તમામ બાબતો વીડિયો અને ઓડીઓ મારફતે વેબસાઈટમાં બતાવવામ આવી છે.

અન્ય સમાચારો પણ છે...