તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:વસ્ત્રાલમાં રૂ. 38.98 કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્પોર્ટ્સ સંકુલ

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્વિમિંગપુલ, TT, જિમ, માર્શલ આર્ટ, એરોબિક્સ સહિતની સ્પોર્ટ્સ પ્રવૃતિ થશે

આ ખુલ્લા મેદાનમાં વસ્ત્રાલનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે અંદાજિત 38.98 કરોડના ખર્ચે આ સંકુલ આકાર લેશે.જેમાં સ્વિમિંગ પૂલ, ટેબલ ટેનિસ, જિમ, મલ્ટિપર્પઝ સ્પોર્ટસ કોર્ટ, યોગા, માર્શલ આર્ટ, જુડો, કરાટે, એરોબિક્સ, બોક્સિંગ માટેનો મલ્ટિ પર્પઝ હોલ બનશે. તો આઉટડોર એક્ટિવીટીમાં ટેનિસ કોર્ટ, 400મી ગ્રેસી એથલેટિક ટ્રેક અને કેફેટેરિયા પણ હશે.

શહેરનાં નરોડાથી નિકોલ, બાપુનગર અને નારોલ તરફના પટ્ટામાં સ્પોર્ટસ સંકુલનો અભાવ જોવા મળે છે. બીજી તરફ રિંગરોડની આસપાસના ખેતરો કે જ્યાં ગ્રાઉન્ડ પણ છે ત્યાં રમવા માટે ભાડું વસુલવામાં આવે છે ત્યારે તેમની આ પ્રકારની મોનોપોલી પણ ધીમે ધીમે તૂટશે. મોટા ભાગના યુવાનોને એક જ પ્લેટફોર્મ હેઠળ બધી રમતો રમવી હોય છે તેમની માટે પણ આ સુવિધા તૈયાર થવાથી તેઓ અહીં આવશે.

એક જ પ્લેટફોર્મ હેઠળ આટલી સુવિધાઓ

 • યોગ કરી શકશો
 • માર્શલ આર્ટની પ્રેક્ટિસ થઈ શકશે.
 • કરાટે, એરોબિક્સ, બોક્સિંગ માટે મલ્ટિપર્પઝ હોલ
 • ટેનિસ કોર્ટ પણ બનશે.
 • 400 મીટર ગ્રેસી એથલેટિક ટ્રેક બનાવાશે.
 • કેફેટેરિયા પણ હશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો