તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rs. The Lease Of Ahmedabad Gymkhana Club, Which Is Running On Rent Of Rs 75, Has Been Canceled As It Has Not Renewed Its Lease Since 1992.

સંરક્ષણ મંત્રાલયની કાર્યવાહી:રૂ. 75ના ભાડે ચાલતી અમદાવાદ જિમખાના ક્લબની 1992થી લીઝ રિન્યૂ જ ન કરી હોવાથી રદ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિમખાના ક્લબની લીઝ સંરક્ષણ મંત્રાલયે રદ કરી
  • જિમખાનાની 90 વર્ષની લીઝ ગત 25 જૂને પૂરી થઈ ગઈ હતી

શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી બ્રિટિશ સમયની જૂની ક્લબ અમદાવાદ જિમખાના ક્લબની લીઝ રદ કરતી નોટિસ સંરક્ષણ મંત્રાલયે આપી દીધી છે. જિમખાનાની 90 વર્ષની લીઝ ગત 25 જૂન 2021ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. સામાન્ય રીતે આ લીઝ દર 30 વર્ષે રિન્યૂ કરવાની હોય છે, પરંતુ 1992થી ક્લબના હોદ્દેદારોએ લીઝ રિન્યૂ કરી નથી. આમ છતાં આર્મી દ્વારા કલબની કોઈ એક્ટિવિટી કે ક્લબના સભ્યોને રોકવામાં આવ્યા નથી. બ્રિટિશ આર્મી દ્વારા શરૂ કરવામાં આવેલી આ ક્લબ ઇન્ડિયન આર્મીને આપતા ગયા હતા. આર્મી હસ્તકની આ ક્લબ બહુમતીના કારણે સિવિલિયન પાસે આવી હતી.

અમદાવાદ કેન્ટોનમેન્ટમાં અમદાવાદની સૌથી જૂની અને સૌપ્રથમ ક્લબ આવેલી છે. વર્ષ 1885માં શરૂ કરાયેલી આ ક્લબમાં 1946 સુધી માત્ર બ્રિટિશરોને જ સભ્યપદ આપવામાં આવતું હતું, પરંતુ વર્ષ 1946 બાદ આર્મી અધિકારીઓ પાસેથી સિવિલિયન લોકોને સભ્યપદ આપવામાં આવ્યું હતું. પાછળથી સિવિલિયન લોકોની બહુમતીને કારણે આર્મી હસ્તકની ક્લબ સિવિલિયન પાસે આવી હતી. હાલમાં અમદાવાદ જિમ ખાના ક્લબમાં 900 કરતાં પણ વધારે સભ્યો જોડાયેલા છે. જિમખાના ક્લબની 90 વર્ષની લીઝ દર 30 વર્ષે રિન્યૂ કરવાની હોય છે, પરંતુ વર્ષ 1992થી ક્લબના હોદ્દેદારોએ ક્લબની લીઝને રિન્યૂ કરાવી નથી, જેના કારણે સંરક્ષણ મંત્રાલય દ્વારા ક્લબને આપેલી લીઝ નોટિસ પાઠવીને રદ કરી દીધી છે, જેના કારણે ક્લબના હોદેદારો દોડતાં થઈ ગયા છે.

આ અંગે જ્યારે ક્લબના હોદ્દેદારો અને પ્રમુખનો સંપર્ક કર્યો તો તેમણે આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે કલબના મેમ્બરોમાં ચર્ચા છે કે, કેટલાક હોદ્દેદારોના કારણે ક્લબનો વહીવટ ખાડે ગયો છે. ક્લબની લીઝ રિન્યૂ કરવા બાબતે ક્લબના હોદેદારો બોલવા તૈયાર થતા નથી. જ્યારે ક્લબ સાથે વર્ષોથી સંકળાયેલા સભ્યો ક્લબની આ દશા જોઈને ખૂબ નારાજ અને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. ડિફેન્સ એસ્ટેટ ઓફિસ તરફથી જિમખાનાને પાઠવેલી નોટિસમાં જણાવ્યું હતું કે 1.77 એકરમાં આવેલી ક્લબ સંરક્ષણ મંત્રાલયની મિલકત છે અને તેની લીઝ રદ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...