ઠગાઈ:રૂ. 20.42 કરોડની ITCની ચોરી કરનારો માસ્ટર માઇન્ડ પકડાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વસ્ત્રાલના ભંગારના વેપારીએ 2 બોગસ કંપની બનાવીને 17 કંપની પાસેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છેતરપિંડી કરી હતી

સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) ડિપાર્ટમેન્ટે રૂ. 20.42 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી કરનાર સૂત્રધારની વસ્ત્રાલથી ધરપકડ કરી છે. સીએસજીએસટી કમિશનરેટના અધિકારીઓને મળેલી માહિતીના આધારે સઘન ડેટા માઇનિંગ અને ડેટા વિશ્લેષણ પછી વસ્ત્રાલમાંથી શેરસિંહ દહિયાવતને ઝડપી લેવામાં આવ્યો હતો. શેરસિંહ દહિયાવતે મહાકાલી ટ્રેડર્સ અને યુએસ સ્ટાર્ડર ઇસ્પાત નામની બે બોગસ ફર્મ બનાવી 17 બીજી કંપનીઓની રૂ. 20.42 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરી હતી.

વસ્ત્રાલમાં મહાકાલી ટ્રેડર્સ અને યુએસ સ્ટાન્ડર્ડ ઇસ્પાત નામની કંપનીઓ ફેરસ કચરો અને ભંગારના વેપારમાં સંકળાયેલી છે, જેના માલિક શેરસિંહ બી. દહિયાવતે બંને કંપનીઓમાં રૂ. 20.42 કરોડની ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી હતી. આ ટેક્સ ક્રેડિટ તેમણે અન્ય 17 બોગસ પેઢી પાસેથી બોગસ ઇનવોઇસને આધારે મેળવી હતી. આ 17 પેઢી પાસેથી મેળવેલી કરોડો રૂપિયાની આઇટીસી તેમણે અન્ય પેઢીઓને પાસ ઓન કરી હતી. જ્યારે સીજીએસટીના અધિકારીઓએ તપાસ કરતા આ 17 પેઠીનું અસ્તિત્વ ન હતું. જ્યારે કેટલીક પેઢીઓ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે જીએસટી નોંધણી લીધી છે અને કેટલીક પેઢીઓએ ક્યારેય કોઈ કામગીરી કરી નથી.

ડિપાર્ટમેન્ટે આ 17 કંપનીને અનેક વખત સમન્સ આપવા છતાં માલિક કે ભાગીદાર નિવેદન આપવા કે દસ્તાવેજો સબમિટ કરવા આવ્યા ન હતા. સીજીએસટીના એડિશનલ કમિશનર રવીન્દ્રકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, સ્ક્રેપના વ્યવસાયમાં બોગસ આઈટીસી મેળવનાર શેરસિંહની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...