સાયબર ક્રાઈમ:અમદાવાદની મીઠાઈની દુકાનના બેંક એકાઉન્ટન્ટના રૂ. 75 લાખ ટ્રાન્સફર કરાવ્યા, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયબર ક્રાઈમ બ્રાન્ચ - Divya Bhaskar
સાયબર ક્રાઈમ બ્રાન્ચ
  • એકાઉન્ટન્ટનું મોબાઈલ સીમ બંધ કરાવી OTP મેળવી ગઠિયાએ નેટ બેંકિંગથી બે બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા

અમદાવાદની જાણીતી મીઠાઈની દુકાનના બેંક એકાઉટન્ટમાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. દુકાનના એકાઉન્ટન્ટના મોબાઈલનું સીમકાર્ડ બંધ કરાવી બે બેંક એકાઉન્ટના ઈન્ટરનેટ બેંકિંગના ઓટીપી મેળવી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

ઇસનપુર વિસ્તારમાં દેવ કેસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતા અનિશ ત્રિવેદી શહેરની જાણીતી મીઠાઈની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. દુકાનના હિસાબ-કિતાબ માટે અલગ-અલગ બેંક એકાઉન્ટ આવેલા છે. જેમાં બેંક એકાઉન્ટમાં અનિશ ભાઈના રજીસ્ટર મોબાઇલ નંબર આપવામાં આવેલા છે. 22 નવેમ્બરના રોજ અનિશભાઈના મોબાઈલમાંથી નેટવર્ક બંધ થઈ ગયું હતું. જેથી તેમણે તેમના અગાઉ મોબાઇલ નેટવર્ક કંપનીમાં નોકરી કરી ચૂકેલા મિત્રને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેમના મિત્ર એ અન્ય મોબાઈલમાં સીમ કાર્ડ નાખી અને ચાલુ કરવા જણાવ્યું હતું. છતાં પણ તેમનું સીમકાર્ડ ચાલુ થયું ન હતું.

બીજા દિવસે તેઓ ઘોડાસર વિસ્તારમાં આવેલા કંપનીના સ્ટોર પર જઈ અને કંપનીના રજિસ્ટર્ડ ઇમેલ આઇડી ઉપર તેમના ડોક્યુમેન્ટ ઈમેલ કરી અને સીમ કાર્ડ મેળવ્યું હતું. પરંતુ છતાં પણ સીમકાર્ડ ચાલુ થયું ન હતું. બાદમાં અન્ય સ્ટોર પર જઈને ઓનલાઇન તપાસ કરતાં તેમની સીમકાર્ડ ચાલુ કરવાની કોઈ પ્રોસેસ થઈ ન હતી જેથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ઈમેલ કર્યા બાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપતાં એક કલાકમાં સીમકાર્ડ શરૂ થયું હતું.

સીમકાર્ડ શરૂ થયા બાદ તેઓએ ઘરે જઈ અને ઓનલાઇન બેન્કિંગ એકાઉન્ટમાં જોતાં કોઈ ટ્રાન્ઝેક્શન થયા ન હતા. મોડી રાત્રે તેઓએ ઓઓનલાઈન લોગિન કરી અને બેન્કિંગ એકાઉન્ટ તપાસ કરતા એક બેંક એકાઉન્ટમાંથી કુલ આઠ ટ્રાન્ઝેક્શન મારફતે 50 લાખ અને બીજા બેંક એકાઉન્ટમાંથી ચાર ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા 25 લાખ એમ કુલ 75 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ અનિશભાઈનું મોબાઈલનું સીમ કાર્ડ બંધ કરાવી અને બાદમાં ઓનલાઇન બેન્કિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરતા તેઓએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...