રસ્તાના આ સફેદ પટ્ટા કરોડો રૂપિયાના છે!:ટ્રાફિક વ્યવસ્થા માટે રસ્તા પર સફેદ પટ્ટા બનાવવા માટે દર વર્ષે રૂ30 કરોડનો ખર્ચ, 10 વર્ષમાં ટોચનાં 4 શહેરમાં 240 કરોડ ખર્ચવામાં આવ્યા

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
  • અમદાવાદમાં દર વર્ષે મ્યુનિ.પટ્ટા દોરવા માટે સૌથી વધુ રૂપિયા 8 કરોડનો કોન્ટ્રાક્ટ આપે છે

વાહનચાલકો અને રાહદારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક રસ્તા પર સફેદ પટ્ટા દોરે છે. જેના માટે રાજ્યનાં ચાર મુખ્ય શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં છેલ્લાં દસ વર્ષમાં અંદાજે 86 કરોડનો ખર્ચ કરાયો છે. આમ છતાં પણ હાલ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. અમદાવાદમાં છેલ્લાં દસ વર્ષમાં સફેદ પટ્ટા પાછળ મ્યુનિસિપિલ કોર્પોરેશને સૌથી વધુ રૂપિયા 70 કરોડ સુધીનો ખર્ચ કર્યો છે. દિવ્યભાસ્કરે શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા મોટાભાગના રસ્તાઓ પર સફેદ પટ્ટા દેખાતા નહતાં.

રાજ્યનાં મુખ્ય શહેર સુરતમાં સફેદ પટ્ટા પાછળ વાર્ષિક અંદાજે એક કરોડ ખર્ચ કરવા છતાં પટ્ટા ઝાંખા થઇ ગયા હોવાની ઉપરાંત દેખાતા નહીં હોવાની ફરિયાદો છે. રાજકોટમાં વાર્ષિક અંદાજે 1.25 કરોડના ખર્ચમાં આવી ફરિયાદો નથી.

એટલે છેલ્લા દસ વર્ષમાં સુરત અને રાજકોટમાં સરેરાશ 8-8 કરોડનો ખર્ચ થયો છે. પરંતુ બરોડમાં વાર્ષિક અંદાજે 10 લાખ ખર્ચની સામે આવી ફરિયાદો છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ વાર્ષિક 8 કરોડનો ખર્ચ કરાય છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના ટ્રાફિક એન્જિનીયરીંગ વિભાગે કહ્યું કે, શહેરમાં સેન્ટ્રલ કચેરી તરફથી વાર્ષિક અંદાજે 7 કરોડ અને ઝોનલ કચેરીમાંથી રોડ પ્રોજેક્ટ હેઠળ અંદાજે એક કરોડ મળી વર્ષે આઠ કરોડ ખર્ચાય છે. હાલ કાંકરિયા, ચાંદખેડા, મોટેરા, એરપોર્ટ, સેટેલાઇટ, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપૂર, જોધપૂર, ગોતા, નારણપૂરા, સોલા અને બાપુનગર, ગોમતીપૂર, વટવા, ઓઢવ અને મણીનગરના કેટલાક વિસ્તારોના રોડ પર બે વર્ષનો કોન્ટ્રાક્ટ છે.
મ્યુનિ.અધિકારીઓના મતે કયા કારણોથી વ્હાઇટ પટ્ટા ભૂંસાય છે

  • ટ્રાફિકના કારણે ઘસાઇ જાય છે
  • વાતાવરણમાં ઊડતી ડસ્ટથી પટ્ટા ભૂંસાય છે.
  • ધૂળના લીધે પણ પટ્ટા ભૂંસાય છે
  • વાહનોના ટાયરોથી ઘસાય છે

પટ્ટા કેમ ભૂંસાય છે? મ્યુનિ. કમિશનર નારાજ થયા
તાજેતરમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે પણ રીવ્યુ મિટીંગમાં માર્ગો પરના વ્હાઇટ પટ્ટા ઝડપથી ભૂંસાઇ જતાં હોવાનું કહીને નારાજગી વ્યક્ત કરી હતી. તથા ચકાસણી કરવા સૂચન કર્યુ હતું.

આ વ્હાઇટ પટ્ટામાં કયું મટીરિયલ વપરાય છે
સમગ્ર ગુજરાતમાં વ્હાઇટ પટ્ટાના કલરમાં થર્મોપ્લાસ્ટીક અને ગ્લાસબીડ ઉપરાંત પાણીનું મિશ્રણ થાય છે. આ પછી વ્હાઇટ પટ્ટાના કલર કરાય છે. આ સિવાય કોઇ અન્ય મટીરિયલ વપરાતું નથી.

વ્હાઇટ પટ્ટા ભૂંસાઇ ગયા છે, તેની ચકાસણી થતી નથી
રાત્રિ સમય સ્ટ્રીટ લાઇટ બંધ હોય ત્યારે બમ્પના લીધે અકસ્માત થાય છે. પટ્ટા ભૂંસાઇ ગયા છે તે વિસ્તારના નાગરિકો શહેરમાં ટ્રાફિક મેમોથી બચવા લોકો ચાર રસ્તા પર વ્હાઇટ લાઇનની અંદર ઊભા રહે છે. પરંતુ ઘણા ચાર રસ્તા અને વિસ્તારોમાં વ્હાઇટ પટ્ટા ઝાંખા થઇ ગયા છે અથવા સંપૂર્ણ ભૂંસાઇ ગયા છે. જેના લીધે નાગરિકો ટ્રાફિક મેમોના ભોગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...