વિવાદાસ્પદ નિર્ણય:​​​​​​​અમદાવાદના 26 સ્માશાનોની સફાઈ પાછળ બે વર્ષમાં રૂ.3 કરોડ ખર્ચાશે, કોન્ટ્રાક્ટરને બીજા વર્ષે 10 ટકાનો ભાવ વધારો પણ નક્કી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાડજ સ્મશાન ગૃહની ફાઈલ તસવીર - Divya Bhaskar
વાડજ સ્મશાન ગૃહની ફાઈલ તસવીર
  • કંપનીનું કામ જોયા વિના જ અગાઉથી બીજા વર્ષ માટે ભાવ વધારો મંજૂર કરી દેવાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત 26 જેટલા સ્મશાનોમાં સફાઈ માટે વર્ગ-4ના કર્મચારીઓ રાખવા માટે ક્લીન ઇન્ડિયા નામની સંસ્થાને બે વર્ષ માટે રૂ. 3 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં આપવામાં આવી છે. બીજા વર્ષે કામ જોયા વગર જ દસ વર્ષના ભાવ વધારા સાથેની અત્યારે જ મંજૂરી આપવાની શરત સાથેની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા આરોગ્ય ખાતાના જન્મ-મરણ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય તેવું સામે આવી રહ્યું છે.

એક તરફ શહેરમાં આવેલા સ્મશાનમાં યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાની વારંવાર ફરિયાદો મળે છે. હવે આ રીતે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે, ત્યારે કરોડો રૂપિયાનો સફાઈ માટેનો ખર્ચ કરવામાં આવે છે તો યોગ્ય સફાઈ થશે કે કેમ તેની અધિકારીઓ દેખરેખ રાખશે કે કેમ? તે સવાલ છે.

સ્માશાનોમાં સાફ-સફાઈ માટે ક્લીન ઈન્ડિયા સંસ્થાને કોન્ટ્રાક્ટ
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા કુલ 26 જેટલા સ્મશાનોની સાફ-સફાઈ માટે સુપરવાઇઝર અને વર્ગ-4ના કર્મચારીઓને રાખવા માટે બે વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ક્લીન ઇન્ડિયા નામની સંસ્થા ક્વોલિફાઈડ થતા તેને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત આજે મળેલી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મંજૂર રાખવામાં આવતા અનેક સવાલ ઉભા થયા છે કારણકે દર મહિને રૂ 12.25 લાખ લેખે રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે કોન્ટ્રાકટર મંજૂર કરવામાં આવ્યો છે.

અગાઉથી 10 ટકાનો ભાવ વધારો નક્કી કરી દેવાયો
​​​​​​​
જેમાં બીજા વર્ષે 10 ટકા ભાવ વધારો પણ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો છે. સ્મશાનમાં સફાઇ યોગ્ય રીતે થાય છે કે કેમ તે જોઈ અને બાદમાં વધારો આપવો જોઈએ. પરંતુ અધિકારીઓએ પહેલેથી જ બીજા વર્ષ માટે ભાવ વધારો આપી દેવાનું નક્કી કરી દેતા ચોક્કસથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેવા સવાલો અહીં ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...