રાજ્યની સહાય:કોરોનાના કારણે મોતને ભટેલા હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર ગીરીશ ચાવડાના પરિવારને રૂ. 25 લાખનો સહાય ચેક અપાયો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામેના જંગમાં પોલીસ કે હોમગાર્ડ્ઝના કર્મીઓનું કોરોનાથી મોત થાય તો સહાય ચૂકવવાનો ગૃહવિભાગનો ઠરાવ હતો

કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર હોમગાર્ડઝ કર્મચારીના આશ્રિતને રૂ. 25 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. હોમગાર્ડઝ અમદાવાદ શહેર (પશ્ચિમ)ના ડિવિઝન નં. 5ના પ્લાટૂન કમાન્ડર ગીરીશભાઈ ચાવડા કે જેઓનું  10 મેના રોજ કોરોના વાઈરસના સંક્રમણના કારણે અવસાન થયું હતું. તેમના વારસદાર  ઇલાબેન ગીરીશભાઈ ચાવડાને ગૃહ વિભાગના ઠરાવ મુજબ રૂ.25 લાખની સહાયનો ચેક ડાયરેક્ટર જનરલ નાગરિક સંરક્ષક અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય દ્વારા અર્પણ કરવામાં આવ્યો. નોવેલ કોરોના વાઈરસ (COVID-19)ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલા સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલી ફરજો દરમિયાન સંક્રમિત થયેલા કર્મચારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. 25 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ ગૃહ વિભાગના ઠરાવ મુજબ થયેલી છે. 

અન્ય સમાચારો પણ છે...