બેદરકારી:રૂ. 194.70 કરોડનો ખર્ચ છતાં 18 ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ બેકાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેગના અહેવાલમાં નોંધાયું કે, રૂર્બન યોજના હેઠળ કરાયેલા 19માંથી 18 ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ પ્રોજેકટ સંતોષકારક નથી. 194.70 કરોડ ખર્ચ કર્યા પછી 6 વર્ષ બાદ પણ આયોજનની ભૂલોને કારણે આ હાલત છે.

સ્વચ્છતા પ્રોજેકેટ્સ રીપોર્ટ્સ સાઇટ સરવે વિના તૈયાર કરાયા હતા. ઘન કચરાના વ્યવસ્થાપન માટે 9.94 કરોડના 25 રેફ્યૂઝ કોમ્પેક્ટર ખરીદાયા જેમાં 15 વાહનો અનુરૂપ ન હોવાથી 7.16 કરોડનો ખર્ચ નકામો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...