તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:બેન્કમાં નોકરી અપાવવાનું કહીને યુવતીના રૂ.1.64 લાખ પડાવાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થલતેજની યુવતીની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
 • યુવતીએ નોકરી માટે જોબ એપ્લિકેશન પર બાયોડેટા મૂક્યો હતો

સોલામાં રહેતી એક યુવતીને બેંકમાં નોકરી અપાવવાના બહાને અલગ-અલગ પ્રોસેસ કરવાનું કહી કુલ રૂ. 1.64 લાખ પડાવીને છેતરપિંડી આચરવામાં આવતાં યુવતીએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

થલતેજના સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા શિવાની વિરેન પટેલે નોકરી મેળવવા માટે ક્વિકર જોબ નામની એપ્લિકેશન પર તેમનો બાયોડેટા અપલોડ કર્યો હતો. દરમિયાન તેમના ફોન પર એક મહિલાએ ફોન કરી નોકરી માટે પરીક્ષા આપવી પડશે તેમ કહીને એક હજાર ડિપોઝિટ પેટે ભરાવ્યા હતા. ત્યાર બાદ તેમને એક પેપર મોકલવામાં આવ્યું હતું. આ પેપર ભરીને ડોક્યુમેન્ટ સાથે એટેચ કરીને આધારકાર્ડ તથા માર્કશીટ વગેરે સાથે ફોટો એક ઇમેઇલ આઈડી પર અપલોડ કરવાનું કહેવાયું હતું.

ત્યાર બાદ શિવાનીને એક ફોન આવ્યો હતો અને તેમને બેંકમાં નોકરી મળી હોવાનું કહ્યું હતું. ત્યાર પછી એનઓસી, લેટર લેવા માટે રાજકુમાર નામની વ્યક્તિના બેંક ખાતામાં સાત હજાર ભરાવ્યા હતા. તેના પછી તેમને બેંકમાં ટ્રેનિંગ લેવા માટે 30 હજાર ભરવાનું કહ્યું હતું. જ્યારે સેલરી એકાઉન્ટ ખોલવા માટે રૂ.5 હજાર ભરાવ્યા હતા. ત્યાર બાદ અલગ-અલગ બહાને તેમની પાસેથી કુલ રૂ.1.64 લાખ પડાવ્યા હતા. જોકે પૈસા ટ્રાન્સફર કરવા છતાં નોકરી ન મળતા છેતરપિંડી થયાનું જણાતા શિવાનીએ સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીના પિતાએ વાત કરતા ફોન કાપ્યો
નોકરી મેળવવા માટે શિવાની પટેલે તેમના પિતાની જાણ બહાર પૈસા બેન્ક એકાઉન્ટમાં ભરી દીધા હતા. ત્યાર બાદ શંકા જતા તેમના પિતાને વાત કરી હતી. દરમિયાન શિવાની પર ફરીથી વધુ પૈસા ભરવા માટેનો ફોન આવતા તેમના પિતાએ ફોન પર વાત કરતા સામે છેડેથી ફોન મૂકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો