• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Roads Will Be Resurfaced In Ahmedabad's Stadium Ward At A Cost Of Rs 12 Crore, Shahibaug And Asarwana 2 Plots Will Be Given To The Bullet Train Project.

AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી:અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં 12 કરોડના ખર્ચે રસ્તા રીસર્ફેસ થશે, શાહીબાગ તેમજ અસારવાના 2 પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અપાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેજલપુર વિસ્તારમાં ત્રણ કરોડના ખર્ચે વાંચનાલય તેમજ જિમ્નેશિયમ બનાવવામાં આવશે

દિવાળીના તહેવારો પહેલા ગુરૂવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 52 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ કામોને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધાં છે. ખોખરા, સાબરમતી અને નરોડા વિજય મિલ ખાતે આવેલા જુના મ્યુનિસિપલ ક્વાર્ટર્સને રી ડેવલોપમેન્ટ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ કરોડોના ખર્ચે સ્ટેડિયમ વોર્ડમાં રસ્તા બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે.

શહેરના વિવિધ વિકાસ કામોને મંજુરી
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ અંગેના કામોની મંજુરી આપવામાં આવી હતી. વેજલપુર વિસ્તારમાં ત્રણ કરોડના ખર્ચે વાંચનાલય તેમજ જિમ્નેશિયમ બનાવવામાં આવશે. આ વાંચનાલય સેન્ટ્રલ એર કન્ડીશન હશે. 12.14 કરોડના ખર્ચે સ્ટેડિયમ વોર્ડના રસ્તાઓ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. 12 કરોડના ખર્ચે સ્ટેડિયમ વોર્ડના રસ્તાઓ રિસરફેસ કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવાનો અને કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. શાહીબાગ તેમજ અસારવા વિસ્તારના 2 પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવામાં આવશે. અસારવામાં જે પ્લોટ આપવાનો છે ત્યાં રેન બસેરા પણ આવેલું છે. જો જરૂર પડશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવશે અને અન્ય જગ્યા પર ખસેડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...