AMC પર આક્ષેપ:રોડ, પાણી, ગટરની ફરિયાદોનો ઉકેલ વગર જ નિકાલ કરાય છે; 155303 પર ફરિયાદ નોંધવા આમંત્રણ પણ સમસ્યા ઠેરની ઠેર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • લોકોને મેસેજ કરી દેવાય છે કે તમારી સમસ્યા હલ થઈ ગઈ છે

નાગરિકોના પ્રાથમિક સુવિધાના કામોની કોઈ ફરિયાદ હોય તો 155303 પર ફોન કરીને કે ઇમેઇલ મારફતે ફરિયાદ કરવા મ્યુનિ. લોકોને આમંત્રણ આપે છે, પણ અનેક કિસ્સામાં લોકોની ફરિયાદોનો નિકાલ થાય તે પહેલા તો તેમને મેસેજ મળી જાય છે કે, તમારી સમસ્યાનો નિકાલ થઇ ગયો છે. સતત 4 વખત એકની એક બાબતની ફરિયાદ કરવા છતાં પણ સમસ્યા ઉકલતી નથી.

સામાન્ય સંજોગોમાં દૈનિક 1500 જેટલી આવી ફરિયાદો આવે છે. ત્યારે નાગરિકોને તે ફરિયાદ મળ્યાના સામે મેસેજ મળતાં હોય છે. જોકે આ ફરિયાદ મળ્યાના મેસેજ બાદ 10 થી 15 ટકા કિસ્સામાં તો આ ફરિયાદ સોલ્વ થાય તે સિવાય જ મ્યુનિ. તરફથી નાગરિકને મેસેજ મળી જાય છેકે, તેમની સમસ્યાનો નિકાલ થઇ ગયો છે.

ચાલુ વર્ષે મ્યુનિ.ને પાંચ લાખથી વધુ ફરિયાદ મળી હતી. આમાંથી 10થી 15 ટકા ફરિયાદમાં તો તેનો નિકાલ થાય તે પહેલા જ લોકોને સમસ્યા ઉકલી ગઈ હોવાના મેસેજ મોકલાઈ દેવાયા હતા.

પોર્ટલ પર આ પ્રકારની ફરિયાદો આવે છે
પોર્ટલ પર ગટર ઉભરાવવી, પાણીની લાઇન લીકેજ થવી, રસ્તાઓ પર ખાડા પડી જવા, ગટર લાઇનો ચોકઅપ થવી, દિવાલ ધસી પડવી, પાણીનો પુરવઠો પુરતી માત્રામાં નહી મળવો, યોગ્ય સફાઈ ન થવાની ફરિયાદો આવે છે.

ફરિયાદ નિકાલ માટેની આ છે પદ્ધતિ
ફરિયાદ સૌ પ્રથમ સંબંધિત કર્મચારી-અધિકારી સુધી જાય છે અને જે-તે વિસ્તારના જવાબદાર કર્મીને સોંપાય છે. એક સપ્તાહ સુધીમાં આ પ્રશ્નનો નિકાલ થયાની સ્પષ્ટતા બાદ કર્મચારી, અધિકારી પોર્ટલ મારફતે ફરિયાદી નાગરિકને મેસેજથી તેમની કામગીરી પૂર્ણ થયાની જાણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...