તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને રાહત:અમદાવાદ- દહેગામ રોડ રૂ.13 કરોડના ખર્ચે 1 વર્ષમાં ફોરલેન બનશે, દરરોજ 1000થી વધુ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસ.પી રિંગ રોડથી દહેગામ, નરોડા � - Divya Bhaskar
એસ.પી રિંગ રોડથી દહેગામ, નરોડા �
  • ઔડા દ્વારા 7 વર્ષ બાદ અમદાવાદ-દહેગામ રોડના વિકાસનો નિર્ણય લેવાયો
  • આ રોડની સાથે 24 મીટરનો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે

અમદાવાદ- દહેગામ રોડને ફોરલેન બનાવવાની મંજૂરી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા આપવામાં આવી છે. દહેગામ રોડ અત્યારે ટુ લેન રોડ છે જેને ફોર લેન બનાવાતા હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. અઢી વર્ષ બાદ ઔડાએ આ રોડને પોહળો કરવા માટે મંજૂરી આપી છે. રૂ. 13 કરોડના ખર્ચે એક વર્ષમાં રોડ બનીને તૈયાર થઈ જશે.

7 વર્ષ બાદ દહેગામ રોડનું ડેવલપમેન્ટ
અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં દહેગામ રોડ, હંસપુરા અત્યારે વિકસી રહ્યું છે. દહેગામ તરફથી દરરોજ હજારો લોકો અમદાવાદ આવે છે. દહેગામ રોડ હાલ ટુ લેન હોવાથી વાહનોચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઔડા દ્વારા વર્ષ 2014માં ડેવલોપમેન્ટ પ્લાનમાં દહેગામ રોડનો વિકાસ કરવાનું આયોજન કર્યું હતું. જો કે આજે 7 વર્ષ બાદ દહેગામ ટીપી સ્કીમ નંબર 3 માં આવેલ રોડને ફોર લેન બનાવવામાં આવશે. રૂ. 13 કરોડના ખર્ચે આ રોડ બનશે. આ રોડની સાથે 24 મીટરનો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે.

રોજના 1000થી વધુ વાહનો રોડ પરથી પસાર થાય છે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા દહેગામ રોડને ડેવલોપમેન્ટ પ્લાનમાં 60 મીટરનો બતાવવામાં આવ્યો છે. જો કે 7 વર્ષ સુધી તેનો વિકાસ કરવામાં આવ્યો ન હતો. છેવટે દરરોજ 1000થી વધુ વાહનો અને વિસ્તારનો વિકાસ થતા ટ્રાફિકની સમસ્યા વધતા ઔડાએ હવે રોડના વિકાસને મંજૂરી આપી એક વર્ષમાં રોડ બનાવી લોકોની સમસ્યા દૂર કરશે.

ઔડાની એસપી રિંગ રોડ પર પણ ફ્લાયઓવર બનાવવાની યોજના
એસજી રોડ પર ભીડ ઓછી કરવાની યોજનાની કલ્પના બાદ, હવે એસપી રિંગ રોડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં સિંધુ ભવન ચાર રસ્તા અને શિલજ ચાર રસ્તા સહિતના ઘણા ફ્લાયઓવર બનાવવા માટેના પ્રોજેક્ટ્સ છે. ધ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની (AUDA) નવ ફ્લાયઓવર, એક અંડરપાસ અને એક વોકિંગ બ્રિજ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 664 કરોડ રૂપિયા છે.