તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કહ્યું-દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!
મીડિયાકર્મીઓને અમદાવાદની સોલા સિવિલ ખાતે આજથી 1 એપ્રિલ સુધી સવારે 10.30થી સાંજના 5 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે. સુરતમાં આજથી 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ, ચાર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1) કોરોનાના કહેર વચ્ચે રાજ્યના દરેક જિલ્લાના કેન્દ્ર પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે.
2) મીડિયાકર્મીઓને અમદાવાદની સોલા સિવિલ ખાતે આજથી 1 એપ્રિલ સુધી સવારે 10.30થી સાંજના 5 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે.
3) સુરતમાં આજથી 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ, ચાર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
4) રાજકોટમાં સુપર સ્પ્રેડરને શોધવા ફેરિયાઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે, એસટી વર્કશોપ ખાતે ડ્રાઇવર કંડક્ટરનું ટેસ્ટિંગ થશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કહ્યું - હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મૂકે છે, દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'

તાજેતરમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના 'મોટી લાખાણી' ગામમાં ગયાં હતાં, જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મૂકે છે, એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના 8 લોકોને ભરખી ગયો, 2252 નવા કેસ, મૃત્યુઆંક 4500એ પહોંચ્યો
ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા છે, જ્યારે સતત બીજા દિવસે 8નાં મોત થયાં છે, જેમાં સુરતમાં 677 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે તેમજ 1731 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 1 અને પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,500 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમરેલીના ખેરામાં હોળીના પર્વે માતાના હાથે પુત્રની હત્યા, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, પુત્રવધૂનું હૈયાફાટ રુદન
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં હોળીના તહેવાર પર જ એક માતા સામે પોતાના જ પુત્રની હત્યાનો ગુનો નોંધાયો છે. માતા દૂધીબહેન શિયાળની સાથે પાડોશી યુવક સામે પણ સવજી શિયાળ નામના યુવકની હત્યા મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાં પોલીસ જાપતામાંથી ફરાર, ગેંગ સામે નોંધાયા છે 117 કરતા વધુ ગુના
રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં ખસેડવામા આવ્યો હતો. જેલમાં બંધ આરોપીની તબિયત લથડતાં ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસતંત્રમાં દોડધામ મચી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ત્રંબામાં ધુળેટી રમ્યા બાદ નદીમાં નાહવા પડેલા રાજકોટના બે યુવાનનાં ડૂબી જવાથી મોત, ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યા
રાજકોટના ત્રંબામાં ધુળેટીના તહેવાર પર નદીમાં નાહવા પડેલા બે યુવાનોનાં મોત થયાં છે, જેને પગલે ગ્રામજનોએ બન્નેના મૃતદેહ બહાર કાઢયા હતા. બન્ને યુવાનોના પરિવારમાં જાણ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો