તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMAના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈની ચેતવણી:પ્રચારમાં જામતાં ટોળાંથી દિવાળીની જેમ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળાનું જોખમ

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના 48 વોર્ડના 192 ઉમેદવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સમર્પણ સંકલ્પ લીધો હતો. - Divya Bhaskar
પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના 48 વોર્ડના 192 ઉમેદવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સમર્પણ સંકલ્પ લીધો હતો.
 • ફેબ્રુઆરી-માર્ચ વાઈરસની મોસમ હોવાથી ચેપ ફેલાઈ શકે અને હોળીમાં નિયંત્રણ લાદવા પડશે
 • ચૂંટણી નજીક આવતાં જ ભાજપ અને કોંગ્રેસ ‘દો ગજ કી દૂરી’નું મહત્ત્વ ભૂલી ગયા

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળતા આગેવાનો અને સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ.મોના દેસાઈએ કહ્યું કે, ચૂંટણી પ્રચારમાં ટોળેટોળા જામે છે, જેના કારણે ફરી કોરોનાનો ફેલાવો વધી શકે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લૂ જેવા વાઈરલ ઈન્ફેકશનને વેગ મળતો હોય છે. યુ.કે., અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે.

બોડકદેવમાં કોંગ્રેસના ઉમેદવારો ગુરુવારે ટ્રેક્ટર પર પ્રચાર માટે નીકળ્યા હતા. જો કે, બંને રાજકીય પક્ષો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું સાવ ભૂલી ગયા હતા.
બોડકદેવમાં કોંગ્રેસના ઉમેદવારો ગુરુવારે ટ્રેક્ટર પર પ્રચાર માટે નીકળ્યા હતા. જો કે, બંને રાજકીય પક્ષો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું સાવ ભૂલી ગયા હતા.

તેમણે કહ્યું કે, દિવાળીમાં જે રીતે કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો હતો, તેવું ના બને તેની ચિંતા દરેકે કરવી પડશે. રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકે સચેત રહેવાની જરૂર છે. દિવાળીની જેમ કેસમાં તીવ્ર ઉછાળો આવશે તો સરકારે હોળીના તહેવાર વખતે જ ફરી એકવાર નિયંત્રણો નાખવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો