તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rising Petrol And Diesel Prices In Ahmedabad Have Led To An Increase In The Use Of Electric Vehicles, With 378 Vehicles Registered With The RTO In The Last One And A Half Years.

ઈ-વ્હીકલની માંગ વધી:અમદાવાદમાં પેટ્રોલના ભાવ વધતાં ઈલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ વધ્યો, છેલ્લા દોઢ વર્ષમાં 378 વાહનો RTOમાં નોંધાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈલેક્ટ્રીક વ્હીકલની માંગ વધી - Divya Bhaskar
ઈલેક્ટ્રીક વ્હીકલની માંગ વધી
  • છેલ્લા દોઢ વર્ષમાં 246 ટુ વ્હિલર, 132 ફોર વ્હિલર, તથા 121 ઈલેક્ટ્રિક થ્રી વ્હીલરની RTOમાં નોંધણી થઈ.

કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ કપરી બની છે. લોકોનાં ધંધા રોજગાર અને નોકરીઓને પણ માઠી અસર થઈ છે. ત્યારે સ્કૂલોની ફી તથા પેટ્રોલ અને ડીઝલનો ખર્ચો લોકોને પોસાય તેમ નથી. બીજી તરફ ઈંધણમાં ભાવ વધારો થતાં મોંઘવારીમાં પણ વધારો થયો છે. હવે લોકોએ રોજે રોજ વધતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ઈલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. અમદાવાદ RTOમાં છેલ્લા દોઢ વર્ષમાં કુલ 378 ઈલેક્ટ્રીક વ્હીકલ RTOમાં નોંધાયા છે.

પેટ્રોલનો ભાવ હવે લોકોને નથી પોસાતો
શહેરમાં અંદાજીત 95 ટકા લોકોના ઘરમાં એક વાહન જોવા મળે છે. શહેરમાં પબ્લિક ટ્રાન્સપોટની સુવિધાઓ હોવા છતાં લોકો પોતાનું વાહન લઈને નોકરી ધંધે જતા હોય છે. ત્યારે હવે લોકોને પેટ્રોલના ભાવ વધવાના કારણે મોટી અસર થઈ છે. કેટલાક લોકોતો હવે આખરે પબ્લિક ટ્રાસ્પોટશનનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. લોકો આ વધતા પેટ્રોલના ભાવના કારણે હવે ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદી પર ભાર મૂકી રહ્યા છે.

કોરોના કાળમાં નોકરિયાત વર્ગ ઈલેક્ટ્રીક વિહિકલ ખરીદી રહ્યો છે
કોરોના કાળમાં નોકરિયાત વર્ગ ઈલેક્ટ્રીક વિહિકલ ખરીદી રહ્યો છે

નોકરિયાત વર્ગ ઈલેક્ટ્રીક વિહિકલ ખરીદી રહ્યો છે
જેમાં હવે મોટાભાગનો નોકરિયાત વર્ગ આ ઇલેક્ટ્રિક ટુવ્હિલરની ખરીદી કરી રહ્યો છે. કારણ કે પેટ્રોલ કરતા ઈલેક્ટ્રિક ટુવ્હિલરનો ઉપયોગ સસ્તો પડે છે. આ વિહિકલ માટે PUCની જરૂર નથી હોતી. કારણ કે આ વિહિકલ ઇલેક્ટ્રિક હોવાથી તેને ઇકોફ્રેન્ડલી ગણવામાં આવે છે. તેની નંબર પ્લેટ પણ ગ્રીન હોય છે. જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2020 સુધી 159 અને 2021માં અત્યાર સુધી 87 ટુ વહિલર નું RTOમાં રજિસ્ટ્રેશન થયું છે. હવે થ્રી વ્હિલરની વાત કરીએ તો તેમાં પેસેન્જર યુઝ અને કોમર્શિયલ યુઝ એમ 2 વેરિયન્ટ ઇલેક્ટ્રિક વર્ઝનમાં મળી રહે છે. લોકો માલ સામાનની હેરફેર માટે 2020માં 100 અને 2021થી અત્યાર સુધી 21 વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

40 કારનું RTOમાં રજિસ્ટ્રેશન થયું
માત્ર લોકો પોતાના બજેટ માટે નહીં પરંતુ પ્રદુષણ ઘટે તે માટે પણ આવા વાહનોની ખરીદી કરતા હોય છે. જેમાં 2020 વર્ષમાં 92 અને 2021થી અત્યાર સુધી 40 કારનું RTOમાં રજિસ્ટ્રેશન થયું છે. હજી પણ લોકો આવા વાહનો ખરીદતા નજરે પડે છે. આ ઇલેટ્રીક વિહિકલ બેટરીથી ચાલે છે જેમાં તેની કિંમત મુજબ અલગ અલગ કેપિસિટી વાળા વેરિયન્ટ જોવા મળે છે. આ વિહિકલને ને 1 વાર ફૂલ બેટરી ચાર્જ કર્યા પછી તે અમુક કિલોમીટર સુધી ચાલે છે. ત્યારબાદ તેને ફરીથી ચાર્જ કરવું પડે છે. જોકે અમુક વેરિયન્ટમાં 2 બેટરી પણ આવે છે. જેથી ક્યાંક 1 બેટરી લો થઈ જાય તો બીજી બેટરીની મદદ લઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...