મોર્નિંગ ન્યૂઝ બ્રીફભગવંત માન સોમનાથ મહાદેવના દર્શને:વિસનગરમાં ઋષિકેશ પટેલનો વિરોધ, ભાજપના 3 બળવાખોર સામે ગૃહમંત્રી આકરાપાણીએ; મુર્મુ પર ફરી વિવાદાસ્પદ નિવેદન

અમદાવાદ19 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 13 નવેમ્બર, કારતક વદ પાંચમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમનાથ મહાદેવના દર્શન કરી રાજુલા, ઉના, કોડીનાર રોડ શોમાં ભાગ લેશે.
2) મેલબોર્નમાં T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામસામે ટકરાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) વિસનગરમાં ઋષિકેશ પટેલનો વિરોધ: AAP બાદ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, કાંસામાં ‘ભાજપ બચાવો અને ચોરને હટાવો’ના નારા લાગ્યા

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ભાજપ અને કોંગ્રેસમાં ભડકો થયો છે. ટિકિટો જાહેર થતાંની સાથે જ કાર્યકરો વિરોધ પર ઊતરી આવ્યા છે. વિસનગર ઘણા સમયથી પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વધુ ત્રણ ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સિદ્ધપુર બેઠક, માતર બેઠક અને ઉધના બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભાજપના 3 બળવાખોર સામે ગૃહમંત્રી આકરાપાણીએ: '15 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી-શોધીને હિસાબ કરજો'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વડોદરા શહેર-જિલ્લાની બે બેઠકોને બાદ કરતા તમામ ઉમેદવારો જાહેર કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે. આ ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ચોર્યાસીમાં ઝંખના પટેલ કપાતા રોષ: ભાજપે સંદીપ દેસાઈને ટિકિટ આપતા કાર્યકરો વિદ્રોહના મૂડમાં, ભાજપની ઓફિસને ઘેરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનને લઈ સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો માટે ભાજપએ તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા.માત્ર એક ચોર્યાસી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખ્યું હતું.આ બેઠકના નામની જાહેરાત ન થતા અનેક ચર્ચાઓ એ જોડ પકડ્યું હતું અને આખરે ઝંખના નું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) માતરમાં આયારામ-ગયારામની રાજનીતિ:કેસરિયો છોડી AAPનો ખેસ પહેરનાર કેસરીસિંહ સોલંકીએ 39 કલાકમાં જ પલટી મારી, કહ્યું- 'હું ભાજપમાં જ છું'
સતત વિવાદોમાં ઘેરાયેલા માતરના MLA કેસરીસિંહ સોલંકી આ વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ વિવાદમાં રહ્યા હોય એવો ચિતાર જોવા મળ્યો છે. કેસરીસિંહને આ વખતે ભાજપમાંથી આ બેઠક પરથી લડવા માટે ટિકિટ ન મળતાં તેઓ નારાજ થયા હતા અને ભાજપ સાથેનો છેડો ફાડી AAP સાથે જોડાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) હિમાચલમાં 68 સીટ પર 65.50% મતદાન, સિરમૌર જીલ્લામાં સૌથી વધુ મતદાન, મુખ્યમંત્રીનો જીલ્લો છઠ્ઠા નંબરે; કિન્નૌરમાં સૌથી ઓછું 62% મતદાન
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે મતદાનનો સમય સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ ગયો છે. સાંજે 5 વાગ્યા સુધી 65.50% મતદાન થયું છે. સિરમૌર જીલ્લામાં સૌથી વધુ 69.67% મતદાન થયું હતું. બીજા નંબર પર 68.48% મતદાન સાથે સોલન જીલ્લો છે. સીએમ જયરામ ઠાકુરની ગૃહ જીલ્લા મંડી છઠ્ઠા નંબરે છે. અહીં 65.59% મતદાન થયું હતું. સૌથી ઓછું 62% મતદાન કિન્નૌર જીલ્લામાં થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) મુર્મુ પર ફરી વિવાદાસ્પદ નિવેદન, મમતાના મંત્રી અખિલ ગિરિએ કહ્યું- રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?; ભાજપે મમતાની સરકારને આદિવાસીવિરોધી ગણાવી
પશ્ચિમ બંગાળના મંત્રી અને TMC નેતા અખિલ ગિરિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, એ બાદ તેઓ વિવાદોમાં ઘેરાયા છે. તેમણે નંદીગ્રામમાં રાષ્ટ્રપતિના દેખાવને લઈને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું- 'અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અમે રાષ્ટ્રપતિપદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?'
વાંચો સમાચાર વિગતવાર

7) વિશ્વમાં વધી રહી છે ચીનના પોલીસ સ્ટેશનોની સંખ્યા, ડ્રેગનના 21 દેશોના 25 શહેરોમાં ગેરકાયદેસર પોલીસ સ્ટેશન, અહીં પોતાના જ નાગરિકો પર ત્રાસ ગુજારી રહ્યું છે
એક એક્ટિવિસ્ટ ગ્રુપે દાવો કર્યો છે કે ચીન દુનિયાભરમાં ગેરકાયદેસર પોલીસ સ્ટેશન શરુ કરી રહ્યું છે. રાજકીય કાર્યકરો અને અન્ય દેશોમાં અહીં રહેતા ચીની નાગરિકોને બંધક બનાવીને રાખવામાં આવી રહ્યા છે. અન્ય દેશોમાં ચીનની આવી દખલગીરી એ જોખમનો બેલ છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) નેતાઓની 100 કરોડ રૂપિયાની હવાઈયાત્રા: ચૂંટણી પ્રચાર માટે ભાજપ-કોંગ્રેસે અમદાવાદ, મુંબઈ-દિલ્હીથી 9 ચાર્ટર્ડ જેટ અને 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર બુક કર્યા
2) ગૃહમંત્રીની મુલાકાત: વડોદરા જિલ્લાની 3 બેઠક પર બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરનાર 3 નેતાને સમજાવવા પ્રયાસો, ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા
3) પાટીદારકાર્ડ કેટલું સફળ થશે?: ધોરાજી બેઠક પર ભાજપના ડો. પાડલિયા VS કોંગ્રેસના વસોયા, લેઉવા-કડવા પટેલના જંગમાં કોની થશે જીત!
4) સુખરામ રાઠવાએ અફવાઓનું ખંડન કર્યું: વીડિયો મારફતે કહ્યું-હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું; હું ક્યાંય ભાજપમાં જવાનો નથી
5) મુંબઈ એરપોર્ટ પર કસ્ટમે શાહરુખ ખાનને રોક્યો, શારજાહથી 18 લાખની ઘડિયાળો લાવ્યો, સાત લાખનો દંડ ભરવો પડ્યો
6) અસામાન્ય સુરક્ષા બંદોબસ્ત, પહેલીવાર CAPFના 70 હજાર જવાનો ગુજરાતમાં તહેનાત થશે
7) BCCI રોહિત, દ્રવિડ અને કોહલીને સવાલ કરશે, સેમિફાઈનલમાં હાર મળ્યા પછી બોર્ડ રિવ્યૂ મીટિંગ કરશે, ટીમના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકાય છે
8) US મિડ-ટર્મ ઈલેક્શન, બાઈડન-ટ્રમ્પ વચ્ચે ભારે ટક્કર, અમેરિકામાં ભારતવંશીય મતદારોનો રોલ મુખ્ય
9) ટ્વિટરે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન પર લગાવ્યો પ્રતિબંધ, ઝડપથી વધી રહેલા ફેક એકાઉન્ટને કારણે $8 સબસ્ક્રિપ્શન સેવા બંધ કરવી પડી

આજનો ઇતિહાસ
2015 - આજના દિવસે આતંકવાદીઓએ પેરિસમાં હુમલાઓ કર્યા હતા, જે બટાક્લાન થિયેટર અને કોન્સર્ટ હોલમાં સૌથી ભયંકર હતા; કુલ મળીને, ઓછામાં ઓછા 130 લોકો માર્યા ગયા હતા અને 350 થી વધુ ઘાયલ થયા હતા.

આજનો સુવિચાર
નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...