23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરીમાં કેટલીક સંસ્થાઓ સાથે મળીને રીડાથોન યોજાશે. જેમાં કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરીને તે દિવસે વાંચનના આ અભિયાનમાં જોડાઈ શકશે. સમગ્ર ગુજરાતમાંથી 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રીડાથોનમાં જોડાય તેવી શક્યતાઓ છે.
વાંચન સમયનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવો પડશે
અમદાવાદ બુક કલબ,ગુજરાત બુક કલબ,કર્મ ફાઉન્ડેશન,ICDR, DPPG,બી.કે.સ્કૂલ સાથે મળીને ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી દ્વારા 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી રીડાથોન યોજવામાં આવશે. આ રીડાથોનમાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાના ઘરે કે કોઈ પણ જગ્યાએ બેસીને વાંચવાનું રહેશે. વાંચતા હોય તેવો ફોટો # gujaratuniversity કરીને યુનિવર્સિટીની ટેગ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો રહેશે.ટ
આજથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરિયન યોગેશ પારેખે જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન માટે લિંક ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરીના પેજ પર મુકવામાં આવી છે. તેમ આજથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.રજિસ્ટ્રેશન કરાવીને કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થતી હોવાથી આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીના જીવન પર આધારિત પુસ્તક વાંચવા આગ્રહ રાખવો. એક દિવસ માટે લાયબ્રેરીના જે ઓનલાઇન પુસ્તકો છે તે રજિસ્ટ્રેશન કરાવનાર વાંચી શકે તે માટે ઍક્સેસ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.