શહેરમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ પોલીસે રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે એટલે રિક્ષા કે ટેક્સીચાલકની તમામ ડિટેઈલ મોબાઈલમાં આવી જશે. પોલીસ હાલ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી ભેગી કરી ફોર્મ બનાવી રહી છે.
અત્યાર સુધીમાં 8 હજારથી વધુ રિક્ષાચાલકના ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેતા હોવાના, મહિલાઓની છેડતી કરતા હોવાના બનાવોને ધ્યાને લીધા પછી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
35 ક્રાઈમ હોટસ્પોટ પર CCTV લગાવાશે
મહિલા અને બાળકો પર થતાં અત્યાચારને પગલે શહેર પોલીસે 35 ક્રાઈમ હોટ સ્પોટ વિસ્તાર ઓળખી કાઢ્યા છે. આ તમામ વિસ્તારમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 667 સીસીટીવી કેમેરા લગાવાશે. આમાંથી 250 કેમેરા રિવરફ્રન્ટ પર, 150 વિવિધ સિટી બસ સ્ટોપ પર ફિટ કરવામાં આવશે. જ્યારે 90 કેમેરા ક્રાઈમ હોટસ્પોટ સ્થળે પણ લગાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.