ભાવ વધારાનો વિરોધ:CNG ગેસના ભાવ વધારા સામે અમદાવાદમાં રીક્ષા ચાલકોની બેઠક, આગામી દિવસોમાં હડતાળ પર ઉતરવાની ચીમકી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રીક્ષા ચાલક એક્તા સમિતિની બેઠકની તસવીર - Divya Bhaskar
રીક્ષા ચાલક એક્તા સમિતિની બેઠકની તસવીર
  • રીક્ષા ચાલકો 4 ઓક્ટોબરે અદાણી ગેસ કંપની અને કલેક્ટરને આવેદન આપશે

CNG ગેસના 2.56 ભાવ વઘારા સામે રીક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ રીક્ષા ચાલક એકતા સમિતિ દ્વારા બેઠક યોજવામાં આવી. જેમાં આગામી દિવસોમાં CNGના ભાવ વધારા સામે અદાણી ગેસમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4 ઓક્ટોબરે રીક્ષા ચાલકો ભાવ વધારા સામે આવેદન આપશે
અમદાવાદ રીક્ષા ચાલક એકતા સમિતિના કારોબારી કમિટીના સભ્યોએ સી.એન.જીના ભાવ વધારા સામે લડત આપવાનું નક્કી કર્યું છે. જે બાબતે આગામી 4 ઓક્ટોબરના રોજ અદાણી ગેસ કંપની તેમજ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેની સાથે હવે સી.એન.જીના ભાવ વધતા મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે, તેવી સંભાવના સાથે રીક્ષા ચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે.

3 વર્ષથી રીક્ષાભાડામાં વધારો ન કરાયો નથી
3 વર્ષથી રીક્ષાભાડામાં વધારો ન કરાયો નથી

રીક્ષા ચાલકોની ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી
રિક્ષા ચાલકોનો તર્ક છે કે રીક્ષાભાડામાં છેલ્લા 3 વર્ષથી વધારો કરાયો નથી, જેથી આ ભાવ વધારો પરવડે તેમ નથી. આ સિવાય અન્ય પડતર પ્રશ્નો બાબતે નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ ધરણાં, ભૂખ હડતાળ, તેમજ જરૂર જણાય તો સ્વયંભુ રીક્ષા બંધનું એલાન પણ આપવાની તૈયારી દર્શાવી છે.