તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:40 ટકા શટલ રિક્ષા વાળા ગેરકાયદેસર પેસેન્જર બેસાડે છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી: રિક્ષા એસોસિએશનનો આક્રોશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
40 ટકા રીક્ષા ચાલકો ગેરકાયદેસર વધારે પેસેન્જર ભરીને રીક્ષા ચલાવે છે - Divya Bhaskar
40 ટકા રીક્ષા ચાલકો ગેરકાયદેસર વધારે પેસેન્જર ભરીને રીક્ષા ચલાવે છે
  • ડબલ ભાડા વસૂલતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી થશે, 1095 હેલ્પલાઇનની મદદ લેવા લોકોને સૂચના

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજના 500થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે શહેરમાં AMTS અને BRTS સેવા પણ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવામાં આવી છે. જેથી અમદાવાદના લોકોને હવે રીક્ષા અને ટેક્સીનો સહારો લેવો પડે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, AMTS -BRTS બંધ હોવાના કારણે રિક્ષા ચાલકો વધારે ભાડું વસૂલી રહ્યા છે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસએ આવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા માટે 1095 હેલ્પલાઇનની મદદ લેવા લોકોને સૂચના આપી છે.

પોલીસની રહેમનજર હેઠળ શટલ રિક્ષાઓ ચાલે છે
રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ રાજ સિરકેએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમદાવાદમાં 2,15,000 રિક્ષા ચાલી રહી છે. જેમાં 40% રિક્ષા ચાલકો ગેરકાયદેસર વધારે પેસેન્જર ભરીને રિક્ષા ચલાવે છે સાથે તેઓ વધારે ભાડાની માંગ કરે છે, તો પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. તેમની રહેમનજર હેઠળ શટલ રિક્ષાઓ ચાલે છે. સાથે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ વધારે છે.

40 ટકા રિક્ષા ચાલકો કે જે શટલ રિક્ષા ચલાવે છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરે
40 ટકા રિક્ષા ચાલકો કે જે શટલ રિક્ષા ચલાવે છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરે

કેટલાક રિક્ષા ચાલકોના કારણે બધા બદનામ થાય છે
છતાં તેઓ ચૂપ છે અને આવા રિક્ષા ચાલકના લીધે અમેં બદનામ થઈ એ છીએ. સાથે તેઓના કારણે બાકીના રિક્ષા ચાલકોને લોકો કોરોનાના સુપરસપ્રેડર કહે છે. અમે સૌ મીટરભાડા પ્રમાણે રિક્ષા ચલાવીએ છીએ. અમારી એજ માંગ છે કે, આવા 40 ટકા રિક્ષા ચાલકો કે જે શટલ રિક્ષા ચલાવે છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરે તો આપણે આપડા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા રોકી શકીશું.

AMTS -BRTS બંધ હોવાના કારણે રિક્ષા ચાલકો વધારે ભાડું વસૂલી રહ્યા છે
AMTS -BRTS બંધ હોવાના કારણે રિક્ષા ચાલકો વધારે ભાડું વસૂલી રહ્યા છે

રિક્ષા ચાલકો પર જનતાનો રોષ
AMTS અને BRTS બંધ થતાં કેટલાક રિક્ષા ચાલકોએ લોકોને લૂંટવાનું શરૂ કર્યું દીધું છે.રિક્ષા ચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષા ચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષા ચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો