અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા સીએન વિદ્યાલય પાસે મંગળવારે સાંજે રિક્ષા ચાલકને અજાણ્યા શખસે છરી મારી દીધી હતી. રિક્ષા ચાલક આધેડનું સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે એલીસબ્રીજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ઘરી છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી છે.
શહેરના ઇશનપુર વિસ્તારમાં આવેલા નવરંગ સોસાયટી વિભાગ-2માં કૌશલ શાંતિલાલ ધંધુકીયા પરિવાર સાથે રહે છે. કૌશલ બીસીએ અભ્યાસ કરે છે. કૌશલના પિતા પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમેન તથા રિક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા હતા. ગત 7 જુનના રોજ રાતના આઠ વાગ્યાના સુમારે કૌશલ પર તેની માતાનો કોલ આવ્યો હતો કે, તારા પિતાના પેટમાં ઇજાઓ થઇ છે. તેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કૌશલના મામા વિપુલભાઇએ જણાવ્યુ હતુ કે, તારા પિતા સાંજે આંબાવાડી ખાતે પેસેન્જર ઉતારવા માટે ગયા હતા અને તે સમયે અજાણ્યા શખસે તારા પિતાના પેટમાં છરી જેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધું હતુ. તિક્ષ્મ હથિયારનો ઘા મારનાર શખસ કોઇ અજાણ્યો શખશ હતો. સારવાર દરમિયાન શાંતિલાલનું મોત નિપજ્યું હતુ. આ અંગે એલીસબ્રીજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.