તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળાત્કાર:અમદાવાદમાં સ્કૂલ વર્ધી કરતા રીક્ષા ચાલકને બાળકની માતા સાથે પ્રેમ થયો, 2015થી દુષ્કર્મ આચરતો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રીક્ષા ચાલક મહિલાના ઘરમાં જ આવતો અને શારીરિક સંબંધ બાંધતો હતો
  • મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં પ્રેમનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલ વર્ધી કરતા રીક્ષા ચાલકને એક બાળકની માતા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન તે બાળકની માતા સાથે 2015થી દુષ્કર્મ ગુજારતો હતો. તે ઉપરાંત મહિલાને પરિવારને જાણ કરવાની ધમકી પણ આપતો હતો. મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરી છે.

મહિલાના ઘરમાં જ શારીરિક સંબંધ બાંધતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના મેઘાણીનગરમાં રહેતી 32 વર્ષીય બે દીકરાની માતાને સ્કૂલ વર્ધી કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી.મહિલા છેલ્લા કેટલાક સમયથી નોકરી કરે છે. મહિલાના લગ્ન 2007માં રીતરિવાજ મુજબ થયા હતા. વર્ષ 2014થી એક યુવક મહીલાને જોઈને હસતો હતો. આ યુવક રીક્ષા લઇ મહિલાના બે બાળકોને સ્કૂલે મુકવા જતો હતો. આ દરમિયાન પરિચયમાં આવી જતા બન્નેની આંખ મળી ગઈ હતી. દરમિયાનમાં ઘરમાં જ રીક્ષા ચાલક આવી જઈ મહીલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

યુવક મહિલાના ઘરમાં આવીને શારીરિક સંબંધ બાંધતો હતો ( પ્રતિકાત્મક તસવીર)
યુવક મહિલાના ઘરમાં આવીને શારીરિક સંબંધ બાંધતો હતો ( પ્રતિકાત્મક તસવીર)

યુવક મહિલાના પૈસે જ યુવક ખરીદી કરતો
આ યુવક મહિલાના પતિ અને પરિવારને જાણ કરવાની ધમકી આપી નરોડા અને શાહીબાગની હોટેલમાં લઇ જઇ મહિલા સાથે દુષ્કર્મ ગુજારતો હતો. આ યુવકે મહિલા સાથે 2015થી અત્યાર સુધી અલગ અલગ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું. આ યુવક મહિલાના પૈસે જ યુવક ખરીદી કરતો હતો.આખરે મહિલાને રિવરફ્રન્ટ બોલાવી તેને ગાડદા પાટુ નો માર માર્યો હતો. આખરે મહિલાએ આ અંગે ગુનો નોંધાવતા મેઘાણીનગરના રીક્ષા ચાલક બ્રિજેશ રાજુ રાંગીતની પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો