હડતાળ મોકૂફ:રીક્ષાચાલકોની સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિનો 21 નવેમ્બરની અચોક્કસ મુદ્દતની હડતાળ મોકૂફ રાખવા નિર્ણય

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રીક્ષાચાલકોની સીએનજીના ભાવવધારા સહિતની માગ - Divya Bhaskar
રીક્ષાચાલકોની સીએનજીના ભાવવધારા સહિતની માગ
  • અમદાવાદમાં રીક્ષાચાલક અગ્રણીઓની બેઠક સર્વસંમતિથી રીક્ષાચાલકોની લડતને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો
  • જેલ ભરો આંદોલન કાર્યક્રમ અને પોસ્ટરો મારફતે અને જાહેર સભાઓ યોજવાની જાહેરાત કરવામાં આવી

રીક્ષાચાલકોની સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિએ 21 નવેમ્બરે અચોક્કસ મુદતની હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અમદાવાદ ખાતે યોજાયેલી રીક્ષાચાલક અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વસંમતિથી રીક્ષાચાલકોના પ્રશ્નો માટે ચાલતી લડતને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે 21 નવેમ્બરથી શરૂ થનાર રીક્ષાચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાળને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેલભરો આંદોલન અને પોસ્ટરથી લડત ચાલશે
રીક્ષાચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાળને મોકૂફ રાખવાના નિર્ણ બાદ હવે આ લડત સંદર્ભે જેલ ભરો આંદોલન કાર્યક્રમ અને પોસ્ટરો મારફતે અને જાહેર સભાઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રીક્ષા ચાલક અગ્રણીઓ શુક્રવારે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે.

વિવિધ માગ સાથે 15 અને 16 નવેમ્બરે હડતાળ કરી હતી
અમદાવાદ સહિત રાજ્યના રીક્ષા ચાલકોના વિવિધ એસોસિયેશનો-સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા સી.એન.જી. ના ભાવ વધારો પાછો ખેંચવા, રીક્ષા ચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો ઉપર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા માંગ કરી રહ્યા છે. જે બાબતે 15 નવેમ્બર આખો દિવસ અને 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પણ કરી હતી. રીક્ષા ચાલક સમિતિની મુખ્ય માગ છે કે, સીએનજીના ભાવ ઘટાડવા આવે. બીજા રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો સીએનજીના ભાવમા કેમ નહીં!

સીએનજીમાં રૂ. 25 સુધી ટેક્સ વસૂલાય છે
રીક્ષાચાલકોનું કહેવું છે કે, સીએનજીમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15% વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ બ્યુટી વસૂલે છે. જેથી CNG ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો સીએનજીના ભાવમાં કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.