તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ પ્રત્યારોપણ:અમદાવાદ સિવિલમાં સપ્તાહમાં 3 બ્રેઇન ડેડ દર્દીનાં અંગદાનથી 9ને નવજીવન

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન ( સોટ્ટો) અંતર્ગત અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીનું અંગદાન પ્રાપ્ત થયુું છે, જેમાં 6 કિડની, 3 લિવર, 1 સ્વાદુપિંડનું 9 લોકોમાં સફળ પ્રત્યારોપણ કરી નવજીવન આપ્યું છે.

આરોગ્ય કમિશનર શિવહરેએ અંગદાતાના સ્વજનોને સન્માનપત્ર આપીને તેમના સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, બ્રેઇન ડેડ દર્દીના સ્વજનો દ્વારા અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય સમાજ માટે ઉદાહરણરૂપ છે. તેમજ તેમને અંગ પ્રત્યાર્પણની જરૂર હશે ત્યારે પ્રાથમિકતા અપાશે.

કિસ્સો-1: બેને કિડની, એકને લિવર મળ્યું
મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરના રસોઇયા ભગીરથ પરમારના 20 વર્ષીય પુત્ર આકાશની એક કિડનીનું રાજકોટની 11 વર્ષની છોકરી અને બીજી કિડનીનું બનાસકાંઠાની 18 વર્ષની યુવતી જ્યારે ભૂજના એક 50 વર્ષીય વ્યક્તિને લિવરનું પ્રત્યારોપણ કરાયું હતું.

કિસ્સો-2: 12 વર્ષની બાળકીને નવજીવન
જામનગરન લખન પરમારની બે કિડની અને એક લિવરનું દાન કરાયું હતું. એક કિડનીનું ખેડાની 12 વર્ષીય દીકરીને અને બીજી કિડનીનું ભાવનગરની 24 વર્ષીય વ્યક્તિમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગરના એક પુરુષને લિવરનું દાન કરાયું હતું.

કિસ્સો-3: અંગદાનથી ઉદાહરણ પૂરું પાડ્યું
રાજસ્થાનના ડુંગરપુરના જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લિવરનું ભરૂચના એક 51 વર્ષીય વ્યકિતને, એક કિડનીનું અમરેલીના એક 31 વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના એક 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો