તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Review Meeting On Standard 12 Board Exam, Less Than 10 Thousand Cases Of Corona In The State After 27 Days, Record Breaking 15365 Patients Beat Corona

મોર્નિંગ બ્રીફ:ધોરણ 12ની બોર્ડ પરીક્ષાને લઈ રિવ્યૂ બેઠક, 27 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના 10 હજારથી ઓછા કેસ, રેકોર્ડબ્રેક 15365 દર્દીએ કોરોનાને માત આપી

3 મહિનો પહેલા

નમસ્કાર!
અરબી સમુદ્રનું ડિપ્રેશન સાઇકલોનમાં પરિણમી શકે, 17 મેના રોજ પ્રતિ કલાક 140થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની સંભાવના. કોરોના સંક્રમણની સમીક્ષા અને માર્ગદર્શન આપવા માટે મુખ્યમંત્રી રૂપાણી અને કોર ગ્રુપ પાલનપુરની મુલાકાત લેશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,732.5541.75
ડોલરરૂ.73.29-0.13

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

----

3 ઘટના પર રહેશે નજર
1) ધોરણ 12ની બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી વચ્ચે રિવ્યૂ બેઠક યોજાશે.
2) અરબી સમુદ્રનું ડિપ્રેશન સાઇકલોનમાં પરિણમી શકે, 17 મેના રોજ પ્રતિ કલાક 140થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની સંભાવના
3) કોરોના સંક્રમણની સમીક્ષા અને માર્ગદર્શન આપવા માટે મુખ્યમંત્રી રૂપાણી અને કોર ગ્રુપ પાલનપુરની મુલાકાત લેશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) 27 દિવસ બાદ રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ, રેકોર્ડબ્રેક 15365 દર્દીએ કોરોનાને માત આપી

રાજ્યમાં 24 કલાકમાં રાજ્યમાં 9 હજાર 995 નવા કેસ નોંધાયા છે તેમજ સતત 10મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને ઓલ ટાઈમ હાઈ 15 હજાર 365 લોકોએ કોરોનાને હરાવ્યો છે, જ્યારે 104 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે, જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 82.82 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં 17 મેના રોજ પ્રતિ કલાક 140થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે ‘તૌકતે’ વાવાઝોડું, 14 જિલ્લા અસર થઈ શકે
ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તૌકતે વાવાઝોડું આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે એવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય એવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઇ નુકસાન ન થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું- કોરોનાની જેમ મ્યુકોરમાયકોસિસની બીજી લહેર ઘાતક, યુવાનોમાં પ્રમાણ વધ્યું
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં જે રીતે સંક્રમણ વધતા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં વધારો થયો એ જ રીતે હવે ફંગસ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસિસ રોગની પણ બીજી લહેર આવી અને એ પણ ઘાતક સાબિત થઇ રહી છે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે આ રોગની અસર બ્રેન સુધી પણ પહોંચી રહી છે, જે એક ચિંતાનો વિષય છે.
વાંચો સમાચાર વિગતવાર

4) 18મી પછી વેપાર-ધંધા શરૂ કરો, નહીં તો સવિનય કાનૂન ભંગ કરી દુકાનોનાં શટર ખોલી નાખીશું
ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી 18મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે. એ જોઈને સરકાર પણ 18મી પછી નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટના વાતાવરણમાં પલટો, મિની વાવાઝોડું ફૂંકાયું, બેડી, હડમતિયા અને ગવરીદળમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. બપોર પછી આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું તેમજ મિની વાવાઝોડુ ફૂંકાતાં ધૂળની ડમરી ઊડી હતી. શહેરની ભાગોળે આવેલા ગવરીદળ અને બેડી હડમતિયા ગામમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ રસ્તા પર હોર્ડિંગ ઊડ્યાં હતાં. રાજકોટના ખીરસરા પાસે મિની વાવાઝોડું ફૂંકાતાં વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...