તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લડ ડોનેટ:મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોએ વેક્સિન લીધા પહેલાં પ્લાઝમા અને બ્લડ ડોનેટ કર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને કારણે સ્થિતિ ગંભીર બની છે અને લાખો લોકો તેના ભરડામાં આવ્યા છે આ પરિસ્થિતિમાં સર્વાઇવ કેવી રીતે કરવું તે પ્રશ્ન છે. કોરોના સંક્રમિત વ્યક્તિને એકમાત્ર પ્લાઝ્મા થેરાપીથી બચાવી શકાય છે. કોરોના સંક્રમિત થયેલ વ્યક્તિ તેના નેગેટિવ થયાના ૧૫ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે અને એક વ્યક્તિના પ્લાઝમા ડોનેટ કરવાથી અન્ય ૪ વ્યક્તિનું જીવન બચી શકે છે.

અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે હજું લોકો પ્લાઝ્મા ડોનેશન અને પ્લાઝ્મા થેરાપીથી અજાણ છે અને તેને કારણે પ્લાઝ્મા ડોનર મળે માટે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અન્ય રીતે જાહેરાત કરી રહ્યા છે પણ પ્લાઝ્મા ડોનર મળતા નથી. આવી સ્થિતિમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતોએ પ્લાઝમા ડોનેટ કરી દરેક માટે ઉદાહરણરુપ બન્યા છે. સેવાના આજીવન ભેખધારી એવા પૂજનીય સંતોએ વિચાર્યું કે, આપણાથી કોઇનો જીવ બચતો હોય તો આપણે તે કરવું જોઇએ. અને તુરંત જ તેના માટે પૂજનીય સંતોએ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થયા. આ સેવા કરી સંતો, કોરોનામાંથી રિકવર થયા બાદ દરેક વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરે તે માટે અત્યારે અવેર કરવાનું કામ કરી રહ્યા છે.

કોરોનામાંથી સાજા થઇ ગયા પછી ૧૪ દિવસ પછી બ્લડબેન્કમાં જઇ હિમોગ્લોબીન, બ્લડપ્રેશર અને એન્ટીબોડીની તપાસ કરાયછે તેનો રિપોર્ટ સારો આવે એટલે તે પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ પેઇનફૂલ પ્રોસેસ બિલકુલ નથી, માત્ર ૪૦ મિનિટની પ્રોસેસ પછી જે તે વ્યક્તિ તરત કોઇ પણ કામ કરી શકે તેટલો હેલ્ધી રહે છે. પ્લાઝ્મ ડોનેશનનું પ્રમાણ ઓછું છે કારણ કે, લોકોમાં એવા મિથ છે કે, મારા એન્ટીબોડી ઘટી જશે કે પછી ફરી ઇન્ફેક્શન લાગી જશે તો અને ઘણા લોકોને પ્લાઝમા ડોનેશન અંગે ખ્યાલ નથી હજુ અવેરનેસનો અભાવ છે. એક પ્લાઝમા ડોનર ૪ વ્યક્તિનો જીવ બચાવી શકે છે અને તેનાથી ઘણા ચમત્કારિક સુધારા જોવા મળ્યા છે.

કોરોનાના દર્દીને બચાવવા માટે પ્લાઝમા થેરાપીથી ઘણી જગ્યાએ પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે, પરંતુ કોરોનામાંથી ક્યોર થતા દર્દીઓના પ્રમાણમાં પ્લાઝમા ડોનરનું પ્રમાણ ખૂબ જ નીચું અને દરેકની આંખો ખોલનારું છે.મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતોએ પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરી સૌને વૈશ્વિક મહામારી કોરોનામાં સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને હજી પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરી વધુ સેવા કરી માનવ સેવા એજ પ્રભુ સેવા...ને ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ બનશે.

અન્ય સમાચારો પણ છે...