તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:કોરોનાનાના દર્દીઓની સારવાર માટે અમદાવાદમાં મહેસુલ મંત્રીએ 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન પ્રજાર્પણ કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને વિનામૂલ્યે ડીપોઝીટ લીધા વગર ઓક્સિજન મશીનની સુવિધા ઉપલબ્ધ

કોવિડ 19ની સાંપ્રત પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને સારામાં સારી સારવાર અને સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. અમદાવાદના નારણપુરા વિધાનસભા મતવિસ્તારના સાંસદ, ધારાસભ્ય અને ભાજપ પરિવાર દ્વારા પાંચ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વસાવવામાં આવ્યા છે. જેને આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અર્પણ કર્યા છે.

ભવિષ્યમાં જરુર પડે ત્યારે બીજા ઓક્સિજન મશીન યુનિટ પણ વધારવામાં આવશે
ભવિષ્યમાં જરુર પડે ત્યારે બીજા ઓક્સિજન મશીન યુનિટ પણ વધારવામાં આવશે

ભવિષ્યમાં બીજા ઓક્સિજન મશીન યુનિટ વધારાશે
જરૂરરત મંદ કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે, ડિપોઝિટ વિના આનો લાભ લઇ શકશે. તેમ જણાવી મંત્રીએ કહ્યુ હતું કે, વર્તમાન સમયમાં કોરોનાની આ કઠીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ઓક્સિજનની ખુબ જ જરૂરિયાત છે, તેથી લોકોને ઘરમાં જ ઓક્સિજનની સુવિધા મળી રહે તેથી આ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં જરુર પડે ત્યારે બીજા ઓક્સિજન મશીન યુનિટ પણ વધારવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ મશીન વિનામૂલ્યે ઉપયોગ કર્યા બાદ પાછા આપવાની શરતે મેળવી શકશે
આ મશીન વિનામૂલ્યે ઉપયોગ કર્યા બાદ પાછા આપવાની શરતે મેળવી શકશે

મશીન માટે આધાર કાર્ડ નંબર આપવાનો રહેશે
જરૂરિયાતમંદ વ્યક્તિને લોકસેવા પૂરી પાડવા માટે 24 કલાક દરમિયાન ગમે ત્યારે ફોન કરીને આ મશીન વિનામૂલ્યે ઉપયોગ કર્યા બાદ પાછા આપવાની શરતે મેળવી શકશે. કોઈપણ વ્યક્તિએ ઓક્સિજન મશીન મેળવવા માટે ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, દર્દી અને મશીન લેવા આવનારનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવાના રહેશે. અને તેઓએ નારણપુરા વિધાનસભા કાર્યાલય-1, ઇન્દ્રજીત સોસાયટી, કામેશ્વર સર્કલ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...