પ્રજા V/S પ્રતિનિધિ...સુખી કોણ?:રેવડીના સૌથી મોટા લાભાર્થી નેતાઓ; ઘર, પાણી, વીજળી, હરવું-ફરવું બધું જ જનપ્રતિનિધિ માટે મફત

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • એક તરફ દરેક વ્યક્તિ મોંઘવારીના નામે દર વરસે 6 હજાર રૂપિયા વધારે ચૂકવે છે
  • બીજી તરફ પ્રત્યેક સાંસદને દર વર્ષે 72 લાખ રૂપિયા વેતન-ભથ્થાં રૂપે સરકાર ચૂકવે છે
  • વડીલોના રેલ પ્રવાસ પર રાહત બંધ, પણ નેતાઓના ટ્રેન-હવાઈ પ્રવાસ યથાવત્

મફતની રેવડીનો અર્થ શું? જનપ્રતિનિધિને મળે તો જનહિત અને જો નેતા પ્રજાને આપવાની વાત કરે તો એ રેવડી? આ જ સવાલ હમણાં દેશના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો બની ગયો છે. ગયા ત્રણ મહિનાથી ગુજરાતમાં અરવિન્દ કેજરીવાલ ગેરન્ટીના નામે રેવડી વહેંચી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ પણ એલાન કરી દીધું. બીજી તરફ મોટી-મોટી રેવડી વહેંચનાર ભાજપ અત્યારે વિરોધમાં છે.

સરકારે 80 કરોડ લોકોને મફતમાં ખાવાનું આપ્યું: ભાજપ
ગયા અઠવાડિયે સંસદમાં બે નિવેદન આવ્યા હતા. એકમાં ભાજપના સાંસદે કહ્યું હતું કે સરકારે 80 કરોડ લોકોને મફતમાં ખાવાનું આપ્યું. બીજું એક નિવેદન બીજા એક સાંસદ તરફથી આવ્યું હતું કે ક્યાં છે મોંઘવારી? જો મોંઘવારી હોત તો લોકો થોડા જીવતા રહ્યા હોત? ‘દિવ્ય ભાસ્કર’ એ આ તર્કના જવાબ તથ્યો સાથે શોધવાનો પ્રયાસ કર્યો. એમાં જાણવાં મળ્યું કે પ્રજાથી વધારે રેવડી તો નેતાઓ ખાઈ રહ્યા છે.

નેતાઓને આ તમામ વસ્તુઓ આસાનીથી સાવ મફતમાં
એક તરફ જ્યાં ઘરવપરાશની વસ્તુઓ 5 વર્ષમાં 30 ટકા સુધી મોંઘી થઇ ગઇ છે. પેટ્રોલ, રાંધણગેસ, અનાજ અને ખાદ્ય તેલની કિંમતો પણ 25થી 150 ટકા સુધી વધી ગઇ છે. વરિષ્ઠ નાગરિકોને રેલયાત્રા પર મળતી છૂટ પણ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ નેતાઓને આ તમામ વસ્તુઓ આસાનીથી સાવ મફતમાં કે પછી નામમાત્ર કિંમતે મળી રહી છે.

સંસદસત્ર દરમિયાન રૂ. 2000 રોજનું ભથ્થું મળે છે
વડીલોની રેલયાત્રા પર કાપ મૂકી દેવામાં આવ્યો, પણ નેતાઓની ટ્રેન-હવાઇ યાત્રાઓ યથાવત્ છે. સાંસદોને એક લાખ રૂપિયા સુધી પગાર મળે છે. સંસદસત્ર દરમિયાન રૂ. 2000 રોજનું ભથ્થું મળે છે. સંસદીય વિસ્તારમાં પ્રવાસ માટે રૂ. 70 હજાર મળે છે. ઓફિસ માટે રૂ. 45 હજાર, ફર્નિચર માટે રૂ. 60 હજાર મળે છે. અન્ય લાભોની વાત કરીએ તો, એક વર્ષમાં 34 હવાઇ પ્રવાસ મફતમાં કરી શકે છે.

4 હજાર કિલોલિટર પાણી અને 50 હજાર યુનિટ વીજળી મફત
રેલવેમાં ફર્સ્ટક્લાસ એસીમાં મફતમાં ફરી શકે છે. ટેલિફોન બિલ માટે પણ સરકાર ભથ્થું આપે છે. 4 હજાર કિલોલિટર પાણી અને 50 હજાર યુનિટ વીજળી મફતમાં મળે છે. વિધાનસભ્યોના પગાર પર સરકાર દર વર્ષે 25 કરોડનો ખર્ચ કરે છે. સાથે, રહેવા, ફરવાનું મફતમાં જ.

આ છે જન અને પ્રતિનિધિ... રેવડી ધારાસભ્યો-સાંસદોને મળી રહી છે, પ્રજા તો વેરા જ ભરે છે

ખર્ચનો પ્રકારજનતાધારાસભ્યસાંસદ
વીજળી બિલ1500-2000મફતમફત
ઘરનું ભાડું330 -500 (પ્રતિ દિવસ)મફતમફત
પાણીનું બિલ200-300 (પ્રતિ માસ)મફતમફત
બસનું ભાડું550 રૂ. (280 કિમી AC પ્રતિ વ્યક્તિ)પરિવાર સાથે મફત

પરિવાર સાથે મફત

ટ્રેનનું ભાડું1400 સેકન્ડ એસી (500 કિમી/પ્રતિ વ્યક્તિ)પરિવાર સાથે મફત

પરિવાર સાથે મફત

હવાઇયાત્રા3000થી 8000 રૂ. (અમદાવાદ-દિલ્હી/પ્રતિ વ્યક્તિ)મફત 3 યાત્રા પરિવાર સાથે

મફત 34 યાત્રા માત્ર 25% ભાડામાં

પ્રોપર્ટી ટેક્સ3500થી 4000સરકારી મકાનસરકારી મકાન
નોકરચાકર5000-6000સરકારના ખર્ચેસરકારના ખર્ચે
ભોજન200થી 300 (પ્રતિ થાળી)85 રૂ. ( શાકાહારી)

100 રૂ. ( શાકાહારી)

પેટ્રોલ96 રૂ. (પ્રતિ લિટર )સરકારના ખર્ચેસરકારના ખર્ચે
ગેસ બિલ1000 -1400 રૂસરકારના ખર્ચેસરકારના ખર્ચે
સહાયક ખર્ચ-14000 પ્રતિ માસ-
પગાર17,900 (પ્રતિ માસ)78,800 + અન્ય સુવિધાઓ

50,000 + અન્ય સુવિધા

લૉન્ડ્રી50 રૂ. (એક જોડી)-

600 પ્રતિ દિવસ સરકાર આપે

દેવું40,000થી 45,000 (પ્રતિ વ્યક્તિ)--
પગારવધારો50,000/ પાંચ વર્ષ/ પ્રતિ વ્યક્તિ--

53 વર્ષ પહેલાં દક્ષિણ ભારતથી આ રેવડી કલ્ચર શરૂ થયું
​​​​​​​
ભારતમાં ચૂંટણી વખતે મતદારોને રીઝવવા માટે રેવડી કલ્ચરની શરૂઆત દક્ષિણ ભારતમાંથી શરૂ થઈ હતી. 1967ની ચૂંટણીમાં ડીએમકે નેતા સી.એન.અન્નાદુરઈએ 4.5 રૂપિયે પ્રતિ કિલો ચોખા એક રૂપિયામાં આપવાનું વચન આપ્યું હતું. અન્નાદુરઈની જીત બાદ અન્ય પક્ષોએ પણ આ ‘રેવડી’ નીતિ અપનાવી હતી. બાદમાં આંધ્રપ્રદેશમાં એન.ટી.રામારાવે આ મૉડલ અપનાવ્યું હતું. તેમણે 2 રૂપિયે પ્રતિ કિલો ચોખાનો વાયદો આપ્યો હતો. 2006માં તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેએ મફતમાં કલર ટીવી આપવાની ઘોષણા કરી હતી. એ પછી એઆઇએડીએમકેએ મફતમાં લેપટોપનું એલાન કર્યું હતું. તામિલનાડુમાં દીકરીના લગ્નમાં સોનું આપવાનો વાયદો પણ અપાઈ ચૂક્યો છે. હવે આ કલ્ચર દેશનાં તમામ રાજ્યોમાં ફેલાઈ ગયું છે.

ધારાસભ્યની સરેરાશ કમાણી મહિને રૂ. 2 લાખ
દેશમાં કુલ 4086 ધારાસભ્ય છે. એડીઆરના રિપોર્ટ મુજબ, ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક રૂ. 24.59 લાખ છે, એટલે કે દર મહિને રૂ. 2 લાખ. જેમાં માત્ર કર્ણાટકના 203 ધારાસભ્યની વાર્ષિક આવક રૂ. 1.1. કરોડ છે, જ્યારે દેશના પૂર્વ 614 ધારાસભ્યની આવક માત્ર 8.5 લાખ રૂપિયા છે. ગુજરાતના 182 ધારાસભ્યમાંથી 161ની વાર્ષિક આવક રૂ. 18.80 લાખ છે.

અન્ય સમાચારો પણ છે...