એન્જિનમાં ખામી સર્જાઇ:મુંબઈની ફ્લાઈટ રન-વે પરથી પરત, 156 પેસેન્જરે 2 કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AIની ફ્લાઈટમાં ટેકઓફ પહેલાં ખામી

અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે 156 મુસાફરોને એરક્રાફ્ટ રિપેર ન થાય ત્યાં સુધી બે કલાક વિમાનમાંં જ બેસાડી રખાયા હતા. એર ઇન્ડિયાની (AI 638) ફલાઈટ રવિવારે રાત્રે 8.40 કલાકે ટેકઓફ માટે રન-વે પર ગઇ હતી. કેપ્ટન ફલાઈટને ટેકઓફ રન કરે તે પહેલા જ જમણી બાજુના એન્જિનમાં ખામી સર્જાઇ હતી.

ફલાઇટ રિટર્ન કરવાની ઓનબોર્ડ જાહેરાત કરાઈ હતી. આ ફલાઈટમાં સવાર કેટલાક કનેક્ટિંગ પેસેન્જર હતા. ચેકિંગમાં ખબર પડી કે વિમાન ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં છે. જેથી પેસેન્જરોને વિમાનમાં જ બેસાડી રખાયા હતા. એરક્રાફ્ટ રિપેર કરાયા પછી રાત્રે 10.20એ મુંબઈ રવાના થઈ હતી.

દિલ્હીની ફલાઈટ જયપુર ડાઈવર્ટ
અમદાવાદથી દિલ્હી જઇ રહેલી સ્પાઇસજેટની ફલાઇટ (SG 194) સોમવારે સવારે 6.38 કલાકે ટેકઓફ થઇ હતી. ફલાઇટ દિલ્હી એર સ્પેસમાં આવ્યા બાદ ધુમ્મસને પગલે કેપ્ટનને એટીસીએ લેન્ડિંગ માટે ક્લિયરન્સ આપ્યું ન હતંુ. દરમિયાન એટીસીએ હોલ્ટનો મેસેજ આપી વિમાને 10 મિનિટ સુધી આકાશમાં ચક્કર માર્યા હતા. દરમિયાન ફલાઈટમાં ફયુઅલ એલર્ટ આવ્યા બાદ કેપ્ટને જયપુર ખાતે ડાઈવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફલાઈટ જયપુર એરપોર્ટ પર 9.44 કલાકે લેન્ડ થઇ હતી. આમ દિલ્હીમાં વાતાવરણ ક્લિયર ન થાય ત્યાં સુધી મુસાફરોને બે ફલાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. દરમિયાન આ ફલાઇટ જયપુરથી સવારે 11.38 કલાકે દિલ્હી માટે ઉડાન ભરી હતી.

અન્ય સમાચારો પણ છે...