તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોના શિક્ષકોની રજૂઆત:નિવૃત્ત શિક્ષકો, આચાર્યને પગાર પંચના બાકી હપતા આપવા માગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016 પછી નિવૃત્ત થયેલા ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોના શિક્ષકોની રજૂઆત

શૈક્ષણિક વર્ષ 2016 પછી નિવૃત્ત થયેલા ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોના શિક્ષકો, પ્રિન્સિપાલ સેવકો તેમજ ક્લાર્કને સાતમાં પગાર પંચના બાકી રહેલા ચાર હપતાની રકમ તાકીદે ચૂકવવાની માગણી કરવામાં આવી છે. ગ્રાન્ટ ઈન એઈડ શાળાના નિવૃત્ત કર્મચારીઓની વિકટ પરિસ્થિતિના નિવારણ માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

શૈક્ષણિક વર્ષ 2016 પછી નિવૃત્ત થયેલા ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોના શિક્ષકો, આચાર્ય, ક્લાર્ક, સેવકોને સાતમા પગાર પંચના ચાર હપતાની રોકડ રકમ ચૂકવવાની માગણી પ્રબળ બની રહી છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલે આ અંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે,‘ગુજરાતમાં સાતમા પગાર પંચનો અમલ પહેલી,ઓક્ટોબર 2017થી કરાયો છે. આ પગાર પંચના તફાવતની રકમ પ્રાથમિક શિક્ષકો, સરકારી શાળાના શિક્ષકો, હાલ ચાલુ તેમજ નિવૃત્ત થયેલા તમામને રોકડમાં છ માસમાં તમામ હપ્તા ચૂકવી આપવામાં આવ્યા છે.

રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ શાળાના 10,000 કરતાં વધારે શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓ નિવૃત્ત થયેલા છે, જેમાંથી લગભગ 200થી વધારે મૃત્યુ પામ્યા છે.

હાલની કોરોના મહામારીમાં નિવૃત્ત કર્મચારીઓના પરિવારો ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને પણ ખબર નથી કે તેમને કેટલી રકમ લેવાની થાય છે.

ઘણી સ્કૂલોમાં તેમના રેકર્ડ પણ ‌ઉપલબ્ધ થતા નથી. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલના નિવૃત્ત કર્મચારીઓની વિકટ પરિસ્થિતિના નિવારણ માટે સાતમા પગાર પંચના બાકીના ચાર હપતા માનવતાના ધોરણે સત્વરે રોકડમાં ચૂકવવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમત્રી અને મુખ્ય સચિવને અમારી વિનંતી છે.’

અન્ય સમાચારો પણ છે...